'વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ', દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદન
Shankaracharya Statement on Waqf Board: દ્વારકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ ખેડા જિલ્લાના નડિયાદમાં પધાર્યા હતા. ત્યારે તેમણે કેન્દ્ર સરકારે મંજૂર કરેલા વકફ બોર્ડ મામલે જણાવ્યું હતું કે, વિશ્વના કોઈ દેશમાં વકફ બોર્ડ નથી તો ભારતમાં પણ ન જ હોવું જોઈએ.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અસામાજિક તત્ત્વોએ તલવારો સાથે સોસાયટીમાં મચાવ્યો ઉત્પાત, વાઇરલ થયો વીડિયો
વક્ફ બોર્ડ હોવું જ ન જોઈએઃ શંકરાચાર્ય
કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા વક્ફ બોર્ડના બિલ અંગે નિવેદન આપી જણાવ્યું હતું કે, 'વકફ બોર્ડ હોવું જ ન જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુ ભાઈઓની જે સંપત્તિ હતી, તે તેમને નથી મળી. બંધારણમાં પણ વક્ફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. વિશ્વના ક્યા મુસ્લિમ દેશમાં વક્ફ બોર્ડ છે?'
આ પણ વાંચોઃ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પટેલ પરિવારની ધરપકડ, CBIએ કલોલથી એજન્ટને ઉઠાવ્યો
શંકરાચાર્યે વધુમાં કહ્યું કે, 'વકફ બોર્ડનો સમાજ અને દેશમાં શું ઉપયોગ અને યોગદાન છે? 70 વર્ષમાં વક્ફ બોર્ડ દ્વારા મુસ્લિમોની ભલાઈ માટે શું કામ કર્યું? વકફ બોર્ડ સમાજ અને રાષ્ટ્ર સાથે છલ છે, જે બિલકુલ દૂર થવું જોઈએ. સરીયતથી દેશ નહીં ચાલે, દેશ બંધારણથી ચાલે છે, તે લોકોએ પણ બંધારણનું પાલન કરવું જોઈએ. આ લોકો કુરાનથી દેશ ચલાવવા માંગે છે, તો અમારા પણ વિધાન છે, જેના દ્વારા દેશ ચાલવવો જોઈએ. ત્યારે બધાએ તેને અનુસરવું જોઈએ. હિન્દુ સનાતન બોર્ડની વ્યૂહનીતિ તૈયાર કરી જે મંદિરો સરકાર હસ્તક છે તેને પરત લેવામાં આવશે.'