Get The App

નવી સિવિલમાં બે વર્ષથી થેલેસેમિયા મેજરના દર્દીઓ માટે મહત્વની દવા જ નથી !

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
નવી સિવિલમાં બે વર્ષથી થેલેસેમિયા મેજરના દર્દીઓ માટે મહત્વની દવા જ નથી ! 1 - image


- દવા માટે ટળવળતા ૩૫ દર્દી અને તેમના સગાની માવતર ચેરીટેબલ ટ્રસ્ટના નેજામાં ગાંધીનગરમાં આરોગ્યમંત્રીને રજૂઆત

 સુરત,:

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી થેલેસેમિયા મેજર દર્દીઓને મહત્વની દવા મળતી ન હોવાથી ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ષિકેશ પટેલને બે દિવસ પહેલા દર્દીઓ તેમના સંબંધી અને માવતર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તાત્કાલિક ધોરણે દવાઓ મળે તે માટે રજુઆત કરી હતી.

સુરત શહેર અને જિલ્લાના ૭૫૦થી વધુ થેલેસેમિયા મેજર દર્દીઓ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે. જોકે  છેલ્લા બે વર્ષ થી થેલેરેમિયા મેજર દર્દીઓની મહત્વની દવાઓ અને ઇન્જેકશન સિવિલમાં નહી હોવાથી દર્દી અને તેમને સંબંધીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે આ અંગે નવી સિવિલ ખાતે દવાઓ સ્ટોક લાવેલ માટે રૃબરૃ ફરિયાદ કરવા છતા કોઈ નિરાકરણ આવતું  ન હતું. અને દિવસે ને દિવસે થેલેસેમિયા મેજર બાળકો ને આ દવાઓ અને ઇન્જેક્શનો નથી મળતા તેથી વધુ ગંભીર  દર્દ વધતા જાયછે દર્દીના જીવન જીવવા માટે ખતરો છે.

જયારે ગુજરાત રાજ્યની જ રાજકોટ સિવિલ હોસ્પિટલ સહિત સિવિલ હોસ્પિટલમાં જે દવાઓ થેલેસેમિયા મેજર બાળકોને મળે છે. તે દવાઓ અને ઇન્જેક્શનો સુરત સિવિલમાં થેલેસીમિયા મેજર દર્દીઓને કેમ નથી મળતી તે પ્રશ્ન સાથે માવતર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વજુભાઇ સુહાગિયા, સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત  અનિતાબેન તથા થેલેસેમિયા ૩૫ દર્દીઓ અને તેમના સંબંધીએ બે દિવસ પહેલા રાજ્યના આરોગ્ય મંત્રી ને રૃબરૃ મળીને થેલેસેમિયા મેજર બીમારી દવાઓ સુરત સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે મળી રહે તેવી રજુઆતો કરી હતી. જેમાં આ દવાઓનું લિસ્ટમાં કેલ્ફર, અસુન્ના, ડિફિઝેટ, ડિસિરોક્સ, ડિફરલ દવાનો ઉલ્લેખ કર્યો હતો.

- સિવિલમાં થેલેસેમિયાના દવા છે પણ ઇન્જેંકશન આગામી દિવસમાં આવી જશે : આરએમઓ, નવી સિવિલ

નવી સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ કે, થેલેસેમિયા જે દવા નહી હોવા અંગે રજુઆત થઇ, તે દવાનો પુરતો સ્ટોક સિવિલમાં છે. જોકે રાજ્યના ઓરોગ્ય વિભાગમાં જી.એમ.એસ.એલ.સી દ્રારા દવાનો સ્ટોક વખોત વખત મોકલમાં આવ્યો છે. જોકે આ દવા જેનરિક ૨૫ હજાર જેટલી ટેબ્લેટનો સ્ટોક છે. જયારે રજુઆત બ્રાન્ડેડ દવા કરવામાં આવી છે. જોકે હાલમાં માત્ર ઇન્જેંકશન નથી, તે આગામી દિવસમાં આવી જશે.


Google NewsGoogle News