ગોરવા પોલીસ શોધી રહી છે તે પાર્ક પ્રિવેરાના ડિરેક્ટરો સામે અગાઉ પણ બે ગુના નોંધાયા છે
વડોદરાઃ ગોરવા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે હોલીડે ટૂર પેકેજના નામે હોટલમાં સેમિનાર કરી છેતરપિંડી કરવા બદલ પાર્ક પ્રિવેલિયા હોસ્પિટાલિટીના બે ડિરેક્ટર રાહુલ ગુપ્તા અને અલી અન્સારી સહિત પાંચ સામે ગુનો નોંધાતા પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
અલકાપુરીના વિકેન્ઝા હાઉસ ખાતે ઓફિસ ખોલ્યા બાદ ઠગાઇ કરનાર સંચાલકો સામે ૧૦ મહિના પહેલાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં છ જણા સાથે રૃ.૬.૭૧લાખ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં પણ છ જણા સાથે રૃ.૭.૪૫ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.