શીયાબાગ ચાર રસ્તા પાસે ભાવદાસ મોહલ્લાના બંધ મકાનમાંથી રૂ.3.22લાખની ચોરી
વડોદરા શહેરના શીયાબાગ ચાર રસ્તા પાસે ભાવદાસ મોહલ્લામાં રહેતો પરિવાર તેમના અન્ય મકાનમાં ઊંઘવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેમના મકાન અને નિશાન બનાવ્યું હતું. તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી 3.22 લાખની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
વડોદરા શહેરના સિયાબાગ ભાવદાસ મહોલ્લામાં રહેતા
પુર્વિકભાઈ બાબુલાલ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે શિયાબાગ ચાર રસ્તા પાસે હનુમાન દૂધ ડેપો નામની પ્રોવિઝન સ્ટોરની દુકાન ચલાવુ છુ. અમારું જુનુ મકાન કાછીયા પટેલની વાડીની ગલીમાં ભાવદાસ મહોલ્લામાં આવેલું છે. આ મકાન પતરાવાળુ હોવાથી અમે ગરમીના કારણે રાતે પ્રાણનાથ મંદિર પાસે અમારા બીજા મહાનમાં ઊંઘવા જતા હતા. ગત 21 મે ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ અમે અમારા જુના મકાનને તાળુ મારીને બીજા મકાને સુવા માટે ગયા હતા અને 22 મે ના રોજ સવારના પોણા પાંચેક વાગે મારા પિતા નામે બાબુલાલ રામસ્વરુપ શાહ અમારી દુકાન ખોલવા જતા હતા. ત્યારે અમારા જુના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હતો તથા તાળુ તૂટેલ હતુ. જેથી મારા પિતાએ તરત જ મને બોલાવી જણાવ્યુ કે આપણા જુના મકાનમાં ચોરી થઈ હોય તેવુ લાગે છે. ત્યારબાદ હું તથા મારી માતા મકાનની અંદર જઈને જોયુ તો રૂમમાં પડેલ લોખંડની જૂની તીજોરી તથા લોકરનુ તાબુ પણ તુટેલું અને અંદરનો સામાન વેર-વિખેર પડેલ હતો.
જેથી અમે અમારી સોના ચાંદીની ચીજ-વસ્તુઓ ચેક કરતા જણાઇ આવેલ ન હતી. જેથી ચોરો સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 3.22 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અમે અમારી શેરીમાં રહેતા અશ્વિનભાઇ પટેલના ઘરનો કેમેરો ચેક કરતા આશરે સવા ચારેક વાગ્યાની આ સપાસ બે અજાણ્યા ઇસમો બાઈક લઈને આવતા જણાય છે. તેથી પોલીસે તેમની ફરિયાદના આધારે કેમેરામાં કંડારેલા શોરૂમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.