વાસણા રોડ ઉપર બંધ મકાનમાંથી રૂ.96 હજારની માલમત્તાની ચોરી
Image: Freepik
વડોદરા વાસણા રોડ પર દિવાળીપુરા ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેતો પરિવાર પિતાને હોસ્પિટલમાં એડમિટ કર્યા હોય ત્યાં રોકાયો હતો. કદરમિયાન તસ્કરોએ તેમના બાદ મકાનને નિશાન બનાવ્યું હતું અને તિજોરીઓમાંથી સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.96 હજાર મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગોત્રી પોલીસે તસ્કરોનું મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના વાસણા રોડ પર દિવાળીપુરા ચાર રસ્તા ની બાજુમાં આવેલા રાજ્યો નગરમાં રહેતા ધ્રુવી રજનીભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે હું વરણામા-ગામ પાસે આવેલ હાઈવે ઉપર કે પી.જી.યુ.કોલેજ માં બી.બી.એ.માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છું. ગઇ 4 ડિસેમ્બરના રોજ મારા પપ્પા બિમાર હોઈ હું તથા ભાઈ રુદ્ર સોલંકી તથા મારા પપ્પા રજ નીભાઈ તથા મમ્મી નમ્રતાબેન ગોત્રી બંસલ મોલ પાસે આવેલ વરદાન હોસ્પિટલમાં મારા પપ્પાને એપેન્ડીસની સારવાર માટે ગયા હતા અને ઘર બંધ હતુ અને અમારા મકાનની ચાવી અમારી પાસે જ હતી. ડોક્ટરે બે દિવસ રોકાવાનું કહેતા અમે પરીવાર ત્યાં રોકાઈ ગયા હતા. સાડી ડિસેમ્બર ના રોજ સવારના આશરે સવાસાતૈક વાગે હું તથા મારા મમ્મી અમારા ઘરે આવી જોતા ઘરનો મુખ્ય દરવાજાની જાળીનો નકુચા કપાયેલો હતો અને તાળું બાજુમાં મુકી દીધેલ હતું જેથી અંદર જઈ જોતા નીચેના બેડરૂમ જોતા સામાન વેરણ છેરણ થયેલો હતો અને તિજોરીનો લોક તુટેલ હતું અને તિજોરી ખુલ્લી હતી તેમજ પહેલા માળે ઉપર આવેલ બેડરૂમની અંદર જોતા સામાન વેરણ છેરણ થયેલી હતી અને તિજોરીનો લોક તુટેલુ હતું. અમે હોસ્પિટલમાં રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ અમારા બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને બંને તિજોરીઓમાંથી આશરે રોકડા 50 હજાર રોકડ, સોનાની બુટ્ટી, વીંટી, નથની સોનાની,ચાંદીનીચેન પેન્ડલ, લક્કી વીંટી મળી રૂપિયા 96 હજાર ની માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ગોત્રી પોલીસે તેમની ફરિયાદ ના આધારે તસ્કરોનું પગેરૂ મેળવવાની તજવીજ હાથ ધરી છે.