Get The App

વાઘોડિયા રોડ પર રહેતો પરિવાર પહેલા માળે ઊંઘવા ગયો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડ પર રહેતો પરિવાર પહેલા માળે  ઊંઘવા ગયો અને ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચોરી 1 - image


image source: twitter

વાઘોડિયા રોડ પર રહેતો  પરિવાર ગ્રાઉન્ડ ફ્લોરના મકાનને તાળું મારી ફર્સ્ટ ફ્લોર પર ઊંઘવા ગયા ત્યારે ચોર ઘરમાં ઘુસીને સોના ચાંદીના દાગીના મળી 93 હજારની મતા ચોરી ગયા હતા.

વાઘોડિયા રોડ વસુંધરા સોસાયટીની બાજુમાં ચંદન બાળા સોસાયટીમાં રહેતા મહેશકુમાર રમણલાલ પંચોલી સયાજીપુરા ખાતે આવેલી બાલાજી કોર્પોરેશન નામની સાઇટ પર સાઇટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. ગત તા.11 મી ની રાતે તેઓ ગ્રાઉન્ડ ફ્લોરના મકાનને તાળું મારીને ફર્સ્ટ ફ્લોર પર ઊંઘવા માટે ગયા હતા. સાવારે સાડા આઠ વાગ્યે તેઓ નીચે આવ્યા ત્યારે પાડોશીએ બૂમ પાડીને કહ્યું કે, તમારી ઘડિયાળ અને ચાંદીની લગડી દીવાલ પર પડયા છે. મહેશકુમારે ઘરમાં જઇને જોયું તો બેઠક રૃમમાં સોફા પાસે ચાંદીની બીજી લગડી પડી હતી. કબાટનો સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના સાડા પાંચ તોલા વજનના દાગીના, ચાંદીની ચાર લગડી અને સિક્કા મળીને કુલ  રૃપિયા 93 હજારની ચોરી કરી ગઇ હતી.


Google NewsGoogle News