વડોદરા: પાદરા સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની કોપર પાઇપોની ખુલ્લામાંથી ચોરી
વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર
વડોદરા જિલ્લાના પાદરા ખાતેની સરકારી હોસ્પિટલમાં કોરોનાના કેસો વધ્યા ત્યારે નાખવામાં આવેલા ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન સપ્લાય કરતી કોપરની 50 ફૂટ લાંબી પાઇપની અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી.
હોસ્પિટલની પાછળ ખુલ્લી જગ્યામાં ચોરી થતા પાદરા સીએચસીના ડોકટરે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.