ન્યુ સમા રોડ પર રહેતા એન્જિનિયરના મકાનમાંથી 14 તોલાના સોનાના દાગીનાની ચોરી

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ન્યુ સમા રોડ પર રહેતા એન્જિનિયરના મકાનમાંથી 14 તોલાના સોનાના દાગીનાની ચોરી 1 - image


Image Source: Freepik

- પત્ની સાથે વતનમાં ગયેલા એન્જિનિયરના બંધ મકાનના તાળા તોડી ચોર ટોળકી 2.92 લાખના સોનાના દાગીના લઈ ગઈ હતી

વડોદરા, તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

ન્યુ સમા રોડ ગોવર્ધન સોસાયટીની સામે ગોકુલ હાઉસિંગ ટેનામેન્ટમાં રહેતા સુજય સુકુમાર શાહ હાલોલ રોડ નીજી ઇ કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે ગત 12 મી સપ્ટેમ્બર સવારે તેઓ પત્ની સાથે વતન કલકત્તા ગયા હતા અને કલકત્તા થી ગઈકાલે રાત્રે ઘરે પાછા આવ્યા ત્યારે જાળીનો નકુચો તૂટેલો અને દરવાજા ખુલ્લા હતા ઉપરના માળે રહેતા મકાન માલિકના દરવાજાનું લોક પણ તૂટેલું હતું તેમને ઘરમાં જઈને જોતા બેડરૂમની તિજોરી તથા લાકડાના કબાટ ના ડ્રોવરો ખુલ્લા હતા અને સરસ સામાન વેરવિખેર હાલતમાં હતો.

તેમના મકાનમાંથી ચોર ટોળકી સોનાના 14 તોલા ઉપરાંતના દાગીનાઓ ચોરી ગઈ હતી. કુલ 2.92 લાખની ચોરી સંદર્ભે એન્જિનિયર એ સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે



Google NewsGoogle News