ન્યુ વીઆઇપી રોડના સાંઇદીપ નગરના ત્રણ મકાનોમાં ચોરો ત્રાટક્યા
સાંઇદીપ નગરમાં રહેતા સિનિયર સિટિઝન અતુલભાઇ ત્રિવેદીએ પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨જીએ સવારે હું મારા બહેનને ત્યાં ગયો હતો અને ત્યાં રોકાઇ ગયો હતો.બીજા દિવસે સવારે પરત ફર્યો ત્યારે મારા મકાનનો નકૂચો તૂટેલો હતો અને અંદર સામાન વેરવિખેર હતો.તપાસ કરતાં ચોરો રૃ.દોઢ લાખની રોકડ,ઘડીયાળ અને ચાંદીના છ સિક્કા ચોરી ગયા હોવાનું જણાયું હતું.
તપાસ દરમિયાન અમારી સોસાયટીમાં રહેતા સંદીપભાઇ સોલંકીના મકાનમાં પણ ચોરો ત્રાટક્યા હોવાની અને રોકડા રૃ.૩ હજાર તેમજ બુટ્ટી ચોરી ગયા હોવાની માહિતી મળી હતી.જ્યારે,વસંતભાઇ સોલંકીના મકાનમાં પણ ચોરોએ હાથફેરો કર્યો હતો.પરંતુ તેમાંથી કાંઇ હાથ લાગ્યું નહતું.હરણી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.