વડોદરાની સોસાયટીઓના બંધ મકાનો પર ચોરોની નજર,ગોત્રી બાદ ગોરવાના મકાનમાં ચોરી
વડોદરાઃ શહેરના સોસાયટી વિસ્તારોમાં બંધ મકાનો પર ચોરો નજર રાખી રહ્યા હોય તે રીતે બનાવો બની રહ્યા છે.ગઇકાલે ગોત્રીના ઇસ્કોન મંદિર સામે સંકેત પાર્કમાં રહેતા સિનિયર સિટિઝન દંપતીએ તેઓ રાતે ૩ વાગે બહેનને ત્યાં ગયા ત્યારે થોડી જ વારમાં ચોરી થઇ હોવાના બનાવની ફરિયાદ કરી હતી.
આવી જ રીતે ગોરવા હાઉસિંગ બોર્ડ નજીક અણમોલ નગરમાં રહેતા અને કર્મકાંડ કરતા ચન્દ્રકાન્તભાઇ પાઠક તેમના વતનમાં ગયા હતા ત્યારે તા.૨૨ થી ૨૪ દરમિયાન તેમના બંધ મકાનનો નકૂચો તોડી ત્રાટકેલા ચોરો સામાન ફેંદીેને રોકડા રૃ.૫ હજાર અને સોનાના દાગીના મળી રૃ.અડધો લાખ ઉપરાંતની મત્તા ચોરી ગયા હતા.