Get The App

'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે..' ગુજરાતમાં મહાસંમેલનમાં રાજપુત સમાજનું આહ્વાન

Updated: Jan 13th, 2025


Google NewsGoogle News
'યુવાનો વ્યસન છોડે, યુવતીઓ ફેશન છોડે..' ગુજરાતમાં મહાસંમેલનમાં રાજપુત સમાજનું આહ્વાન 1 - image


Rajput Samaj Sammelan |  ગીર સોમનાથમાં સમસ્ત રાજપૂત સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં સુરેન્દ્રનગરનાં વસ્તડી ખાતે 120 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભવ્ય ભવાનીધામ મંદિર મેદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે 'રાજપૂત સમાજમાં યુવાનો વ્યસન અને યુવતીઓ ફેશન છોડે.' એવી ટકોર  કરવા સાથે રાજપૂત સમાજને સંગઠિત થવા આહવાન પણ કરાયું હતું. 

ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ખંઢેરી ગામે રાજપૂત સમાજનાં મહા સંમેલનનું આયોજન માજી નાણામંત્રી વજુભાઈ વાળાનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનાં રાજપૂત સમાજના સાત હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં નાના મોટા આગેવાનો દ્વારા સમસ્ત રાજપૂત સમાજ આયોજિત સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે શ્રી ભવાનીધામનું મંદિર 120 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે, તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે મંદિરના નિર્માણ કાર્ય દ્વારા રાજપૂત સમાજને વધુ સંગઠીત કરવા અને સમાજની અમુલ્ય ધરોહર તથા સંસ્કારોનુ સુદ્રઢ સિંચનની કલ્પના કરવામાં આવી હતી તથા રાજપૂત સમાજના યુવાનોને વ્યસન મુકત થઈ સમાજના કાર્યોમાં જોડાય તેવી હાકલ અગ્રણીઓએ કરી હતી. 

મહાસંમેલન માજી નાણામંત્રી વજુભાઈ વાળાએ સંબોધન કરતા જણાવ્યું કે, રાજપૂત સમાજના યુવાઓ વ્યસન છોડે અને યુવતીઓ ફેશન છોડે એ જરૂરી છે. માં ભવાની ધામ માત્ર મંદિર નહિ, પરંતુ સંસ્કાર આપવાનું પણ કામ કરશે. સમાજને સૌ પ્રથમ સંસ્કારી થવાની જરૂર છે.' આ તકે જશા બારડે જનમેદનીને સંબોધનમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના વસ્તડી ખાતે માં ભવાનીનું ૧૨૦ કરોડના ખર્ચે મંદિર બનાવવાની સાથે સાથે શૈક્ષણિક સંકુલ, હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસ પણ તૈયાર થશે. જેના ફાળાના ભાગરૂપે સૌ પ્રથમ વખત ગીર સોમનાથ જિલ્લામાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાયું છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં રાજપૂત સમાજની વસ્તી સૌથી વધારે છે જેથી શ્રી ભવાની ધામ ટ્રસ્ટી મંડળમાં અહીંના યુવાઓને ખાસ સ્થાન આપવામાં આવે એવી માંગ કરી હતી. 

આ સાથે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ યુવા અગ્રણી શિવાભાઈ સોલંકીએ યુવાનોને નશામુકત બનવા માટે આહવાન કરીને એવી પણ ટકોર કરી હતી કે, આપણે સૌ વાતો કરીએ છીએ કે, આ ભાજપમાં છે, આ કોંગ્રેસમાં છે, આપણે આપમાં છીએ, પણ ખરેખર ગમે તેક્ષમાં હોય તે આપણી જ્ઞાાતિ-સમાજના છે એ જ વિચાર કાયમ રાખવો પડશે, જેના થકી જ સંગઠન વધુ મજબૂત બનશે. 



Google NewsGoogle News