માંથામાં ગાંઠ હોવાથી ટેન્શનમાં પાંડેસરાના યુવાને ફાંસો ખાધો
- પાંડેસરામાં કોઇ કારણસર મહિલાનો આપઘાત
સુરત,:
પાંડેસરામાં આપધાતના બે બનાવમાં માંથામાં ગાંઠ હોવાના ટેન્શનમાં યુવાન અને બીજામાં કોઇ કારણસર મહિલાએ આત્મહત્યા કરી હતી.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં આશાપુરી સોસાયટીમાં રહેતો ૧૮ વર્ષીય શિવમરામ રામકૈલાશ પટેલે ગુરુવારે સાંજે ઘરમાં છતના લોખંડના એંગલ સાથે કપડુ બાંધી ગળે ફાંસો ખાઇ આપધાત કર્યો હતો. પોલીસે કહ્યુ કે શિવમરામ મુળ ઉતરપ્રદેશમાં પ્રયાગરાજનો વતની હતો. તેનેમાંથામાં ગાંઠ હોવાથી માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હોવાની સકયતા છે. પણ તપાસ પછી હકીકત જાણવા મળશે. તે નોકરી કરતો હતો. બીજા બનાવમાં પાંડેસરામાં જગન્નાથ નગરમાં રહેતી ૩૨ વર્ષીય રશ્મીતા ઉર્ફે રીંકી રાજેન્દ્ર બહેરા ગુરુવારે સાંજે ઘરમાં કોઇ કારણસર ઝેરી દવા પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં આજે સવારે તેનું મોત નીંપંજયુ હતું. તે મુળ ઓરીસ્સાની વતની હતી. તેના પતિ મજુરી કામ કરે છે. આ બંને બનાવ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.