અમદાવાદ: નેહરૂનગરમાં બિલ્ડીંગના 11માં માળેથી ઝંપલાવી યુવકની આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદ: નેહરૂનગરમાં બિલ્ડીંગના 11માં માળેથી ઝંપલાવી યુવકની આત્મહત્યા, પોલીસે તપાસ હાથ ધરી 1 - image


Suicide in Ahmedabad: અમદાવાદ શહેરના નેહરૂનગર વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે. વેનસ બિલ્ડીંગના 11માં માળેથી એક યુવકે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, નહેરૂનગર નજીક વેનસ બિલ્ડીંગમાં એક યુવાને 11માં પરથી મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પ્રાથમિક વિગત પ્રમાણે આપઘાત કરનાર યુવક ટાટા કંપની મોટર ક્લેમ ડિપાર્ટમેન્ટના ઝોનલ હેડ હોવાની ચર્ચા છે. જો કે, આત્મહત્યા કરવા પાછળનું કારણ અકબંધ છે.


Google NewsGoogle News