Get The App

સુરત મહાનગરપાલિકમાં નોકરી કરતી ભાભી વિરૂધ્ધ ફરિયાદ: પરિણીતાએ પતિ અને તેની બહેન વચ્ચે સંબંધ હોવાનો વ્હોટ્સએપ સ્ટેટ મુકયા

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
સુરત મહાનગરપાલિકમાં નોકરી કરતી ભાભી વિરૂધ્ધ ફરિયાદ: પરિણીતાએ પતિ અને તેની બહેન વચ્ચે સંબંધ હોવાનો વ્હોટ્સએપ સ્ટેટ મુકયા 1 - image




- પ્રસુતિ બાદ સવા મહિનાના પુત્રને લઇને સાસરેથી ફરી પિયર જતી રહી, પતિએ છૂટાછેડાનો કેસ કર્યો તો ભાઇ-બહેનના સંબંધને લજવતા સ્ટેટસ મુકયા
- નણંદની સગાઇ થઇ તો તેના મંગેતરને પણ ફોન અને ઇન્સ્ટાગ્રામ પર ખોટી વાતો કહીને સગાઇ તોડાવી નાંખી હતી


સુરત

અડાજણના ટી.જી.બી સર્કલ વિસ્તારમાં રહેતા પરિવારે સવા મહિનાના પુત્રને લઇને પિયરમાં જવાની ના પાડતા ઝઘડો કરી ત્રણ વર્ષથી માતા-પિતાને ત્યાં રહેવા ચાલી ગયા બાદ પતિ અને નણંદ વચ્ચે શારિરીક સંબંધ હોવાનો વ્હોટ્સએપ સ્ટેટસમાં ફોટો અને કોમેન્ટ લખી સમાજમાં બદનામ કરનાર કોર્પોરેશનમાં નોકરી કરતી ભાભી વિરૂધ્ધ નણંદે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અડાજણના એલ.પી. સવાણી રોડ સ્થિત ટી.જી.બી સર્કલ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય શાલિની (નામ બદલ્યું છે) નો 39 વર્ષીય મોટો ભાઇ મનિષ (નામ બદલ્યું છે) પલસાણાની ડાઇંગ મીલમાં નોકરી કરે છે. ફેબ્રુઆરી 2019 માં મનિષ વડોદરા ખાતેની કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તેના લગ્ન નાનપુરા વિસ્તારમાં રહેતી અને સુરત મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોકરી કરતી દિપાલી (નામ બદલ્યું છે) સાથે થયા હતા. મનિષ વડોદરા નોકરી કરતો હોવાથી વીકએન્ડમાં સુરત આવતો ત્યારે દિપાલી પિયરમાંથી સાસરે રહેવા આવતી હતી અને ત્યાર બાદ પરત ચાલી જતી હતી. દરમિયાનમાં મનિષ પલસાણાની મીલમાં નોકરીમાં જોડાયો હતો અને દિપાલીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સામાજીક રિવાજ મુજબ સવા મહિના બાદ દિપાલી પુત્રને લઇને સાસરે આવી હતી અને પંદરેક દિવસ બાદ પિયરમાં મારી જૂની ફ્રેન્ડ આવે છે એટલે મળવા જવાનું છે એવું કહ્યું હતું. પરંતુ નણંદ શાલિનીએ ના પાડતા દિપાલી સવા મહિનાના પુત્રને લઇને ઘરેથી ઝઘડો કરી ચાલી ગઇ હતી અને પરત આવવાનો ઇન્કાર કરી દીધો હતો. જેથી મનિષે એક વર્ષ બાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ કર્યો હતો. જેથી ઉશકેરાયેલી દિપાલીએ પતિ અને નણંદને સમાજમાં બદનામ કરવા પોતાના વ્હોટ્સએપ સ્ટેટસમાં પતિ મનિષ અને નણંદ શાલિનીના ફોટો અપલોડ કરી ડિવોર્સીની જવાની લોકોને અર્ધનંગી બતાવે સહિતની બિભત્સ કોમેન્ટ કરવા ઉપરાંત બંને વચ્ચે શારિરીક સંબંધ હોવાના અપમાનજનક સ્ટેટસ અપલોડ કર્યા હતા. ઉપરાંત શાલિનીએ વર્ષ 2018 માં પ્રથમ પતિથી છુટાછેડા લીધા હતા અને વર્ષ 2020 માં અન્ય યુવક સાથે સગાઇ કરી હતી. દિપાલીએ શાલિનીના મંગેત્તરને પણ કોલ અને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી સગા ભાઇ સાથે સંબંધ હોવાનું કહી સગાઇ તોડાવી નાંખી હતી.


Google NewsGoogle News