દ્વારકાની ગોમતી નદીમાં અચાનક વધ્યું જળસ્તર, 40થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને બચાવાયા
Gomti River In Dwarka: દેવભૂમિ દ્વારકામાં આવેલી ગોમતી નદીના સામે કાંઠે 40 જેટલા લોકો ફસાયા હતા. નદીના સામે કાંઠે પંચકુઈ વિસ્તારમાં ગયેલા લોકો અચાનક જ નદીના પાણીના સ્તરમાં વધારો થઈ જતા ફસાયા હતા. જેથી તમામ લોકોને ફાયર ફાયટરની ટીમ અને સ્થાનિક લોકોની ટીમ દ્વારા રેસ્કયૂ કરાયા હતા.
ગોમતી નદીમાં અચાનક જળસ્તર વધ્યું
ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલી છે. જેથી ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ ખુબજ વધી જતો હોય છે. ત્યારે અચાનક જ નદીનું પાણી વધતા સામે કાંઠે 40થી વધુ લોકો ફસાઈ ગયા હતા. અહીં અવાર-નવાર લોકો નદીમાં જોખમી રીતે પસાર થતા હોય છે. છતા તંત્ર દ્વારા કોઈ પણ જાતની તકેદારી કે કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી જો ક્યારેય કોઈ અનિચ્છનિય ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો પ્રશ્ન છે.