વડોદરામાં રીલ્સના ચક્કરમાં ત્રણ સવારી બાઇક પર સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો વાયરલ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
વડોદરામાં રીલ્સના ચક્કરમાં ત્રણ સવારી બાઇક પર સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો વાયરલ 1 - image


Vadodara Viral Video : રીલ્સ બનાવવા માટે ઓવર બ્રિજ પર ટ્રીપલ સવારી બાઇક પર જતો યુવક પોતાનું તથા અન્યોનું જીવન જોખમમાં મુકી રહ્યો હોવાનું વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થવા માટે લોકો કોઇ પણ પ્રકારનું જોખમ ઉઠાવતા પહેલા સહેજ પણ ખચકાતા નથી. આવા કિસ્સાઓ અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યાર બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે છતાં લોકો અટકવાનું નામ નથી લેતા.

તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળોમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવકો ત્રણ સવારી બાઇક લઇને જઇ રહ્યા છે. દરમિયાન ચાલક પોતાના એક હાથમાં બાઇકનું સ્ટિયરિંગ અને અન્ય હાથમાં મોબાઇલ લઇને ચાલુ બાઇકે ઉભો થઇ જાય છે અને કંઇક રેકોર્ડ કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. 

વીડિયો અટલ બ્રિજ પરનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. વીડિયો ભારે વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને વીડિયોમાં દેખાતા યુવકોની શોધખોળ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકે ત્રણ સવારી બાઇક પર જઇને રીલ્સ બનાવવા કરેલા સીનસપાટામાં અનેકના જીવને જોખમ ઉભું થઇ શકે તેવી સ્થિતિ સર્જાઇ હતી.



Google NewsGoogle News