કલોલ પાલિકામાં રજૂઆત કરવા આવેલાં ફેરીયાઓએ પથ્થરમારો કરતાં તગદીલી
કલ્યાણપુરા શાકમાર્કેટ પાસેના ફેરીયાઓ રજૂઆત કરવા આવ્યા
હતાં
તોફાની તત્વો અગાઉથી રિક્ષામાં પથ્થરો ભરીને આવ્યા હતા ઃ પોલીસ ટીમે દોડી આવીને મામલો થાળે પાડયો
કલોલ : કલોલ નગરપાલિકા કચેરીની દબાણ હટાવ કાર્યવાહીથી રોષે ભરાયેલા કેટલાક તત્વો નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ રજૂઆત કર્યા બાદ નગરપાલિકા કચેરી ઉપર પથ્થરમારો કરી દેતા ભારે લા અગ્ની જેવી પરિસ્થિતિ સર્જન પામી હતી તેમજ સમગ્ર કલોલમાં ચકચાર મચી ગઈ હતી બનાવને પગલે પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાળ્યો હતો અને પથ્થર મારો કરનાર તત્વોની શોધખોળ હાથ ધરવામાં આવી છે
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ નગરપાલિકા દ્વારા હાલમાં શહેરના માર્ગો ઉપરથી દબાણ હટાવવામાં આવી રહ્યા છે શહેરના જાહેર માર્ગો ઉપર લારીઓ લઈને ઉભા રહી દબાણ કરતા ફેરીયા ઓને નગરપાલિકા કચેરીએ દૂર કર્યા છે અને શહેરના જાહેર માર્ગો ખુલ્લા કર્યા છે નગરપાલિકા કચેરી દ્વારા શહેરના તમામ જાહેર માર્ગો ઉપર ઉભા રહેતા ફેરીયાઓને હટાવી દેવામાં આવ્યા છે ત્યારે કલ્યાણપુરા શાકમાર્કેટ પાસે ઊભા રહેતા ફેરીયાઓ રજૂઆત કરવા નગરપાલિકા કચેરીમાં આવ્યા હતા મોડી સાંજે આવેલા આ ફેરીયાઓએ રજૂઆત કર્યા બાદ એકાએક કચેરી ઉપર પથ્થરમારો કરી દીધો હતો તેના પગલે ચકચાર મચી જવા પામી હતી પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર આ ફેરીયાઓ રિક્ષામાં અગાઉથી પથ્થરો ભરીને આવ્યા હતા અને તેઓએ નગરપાલિકા કચેરીના ઝાંપા પાસે પથ્થર મારો કર્યો હતો પથ્થરમારો કરવામાં આવતા કચેરીમાં રહેલા કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા આ દરમિયાન પથ્થરમારો કરી રહેલા તત્વો ભાગી છૂટયા હતા બનાવ ની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી ત્યારબાદ નગરપાલિકા કચેરીના સ્ટાફ સાથે પોલીસ કલ્યાણપુરા શાકમાર્કેટ પાસે પહોંચી હતી અને પથ્થર મારો કરનાર તત્વોની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.