Get The App

વડોદરાના પરિવારને પાદરા નજીક અકસ્માત નડ્યો : 12 વ્યક્તિ ઘાયલ

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News
વડોદરાના પરિવારને પાદરા નજીક અકસ્માત નડ્યો : 12 વ્યક્તિ ઘાયલ 1 - image


વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર

વડોદરા જિલ્લાના પાદરા નજીક ટેમ્પો પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

વડોદરા શહેરના બાવામાનપુરામાં રહેતો પરિવાર પાદરા ખાતે આવેલા ઘણું નજીક જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. તે સમય પાદરા નજીક અજાણ્યા બાઇક સવારને બચાવવા ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.


Google NewsGoogle News