હિમોફેલિયાથી પીડાતા બનાસકાંઠાના યુવાનની ગાંઠ સુરતની નવી સિવિલમાં સર્જરી કરી કઢાઇ
- આ સર્જરી માટે રૃ.1.28 કરોડથી વધુ કિંમતના હિમોફેલિયાના ફેકટર એટલે કે ઇન્જેકશન સિવિલમાં નિઃશુલ્ક અપાયા
સુરત :
બનાસકાંઠાના
પાલનપુર ખાતે રહેતા અને હિમોફેલિયાની બીમારીથી પીડાતા યુવાન સુડો ટયુમર થયું હતું.
જોકે સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો ટીમે આ યુવાનની સફળ સર્જરી
કરી ગાંઠ બહાર કાઢીને નવજીવન આપ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠાના પાલનપુર ખાતે ભુતેડી ગામમાં રહેતો ૪૧ વર્ષીય લાલુભાઈ લોહ જન્મથી હિમોફેલિયાના સેક્ટર ૮ વીટ ઇનહીટર બીમારીથી પીડાય છે. ચાર વર્ષ પહેલા તેને મહારાષ્ટ્રના પૂનાની ખાનગી હોસ્પિટલમાં લાખો રૃપિયા ખર્ચ કરીને ડાબા પગમાં સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ એક વર્ષ પહેલા ડાબા પગમાં ઘુટણની પાછળનો ભાગ ધીરે ધીરે મોટો થતા ચાલવામાં તકલીફ અને પીડા થતા લાકડીના સપોર્ટથી ચાલવું પડતું હતું. સારવાર માટે મહેસાણા, અમદાવાદમાં સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા છતા ઇલાજ થયો નહોતો. બાદમાં તેણે સુરત હીમોફીલિયા સોસાયટીના નિહાર ભાટવાલા અને નિલેશ સંપર્ક કરતા ૧૫ દિવસ પહેલા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમા દાખલ કરાયો હતો.
અને સિવિલમાં ગત તા.૨૬મીએ ઓર્થો.ના વડા ડો. હરી મેનનના માર્ગ દર્શન હેથળ ડો. નિતિન ચૌધરી, ઓર્થો. (ઓન્કો )રાહુલ, ડો દિક્ષીત. ડો નેમેશ સહિતના ડોકટરો ટીમે ચાર કલાકની સર્જરી કરી સુડો ટયુમર (ગાંઠ) દુર કરી હતી. જોકે આ બ્લડની ગાંઠ હતી. લોહીની નળી ટયુમર સાથે ચોટેલી હતી. ઓપરેશન દરમિયાન ખાસ તકેદારી રાખીને લોહીની નીળીને અલગ કરીને ૨થી ૩ લીટર લોહી ભરેલી ગાંઠ કાઢવામાં આવી હતી. તેને આગામી દિવસમાં રજા આપવામાં આવશે.
સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયકે કહ્યુ કે, દર્દીને ઓપરેશન પહેલા અને દરમિયાન ૧૬૦ વાઇલ એટલે હિમોફિલિયાના ફેટકટર ૭ના ઇન્જેકશનની કિમંત અંદાજીત રુ. ૧.૨૮ કરોડના વિનામુલ્યે આપવામાં આવ્યા હતા. જયારે આ સર્જરી અને સારવારનો પ્રાઇવેટ હોસ્પિટલમાં ૩થી૪ લાખનો ખર્ચે થયો હોય છે. જે સિવિલમાં મફ્ત થયુ હતુ. એમીસીજુમેલ પ્રોફાઇલ એક્સેસની સારવાર લેતા આ દર્દીની ગુજરાતમાં સૌ પ્રથમવાર સિવિલમાં ઓપરેશન કરવામાં આવ્યુ હોવાનો દાવો કર્યો હતો.