મોતીપુરા ગામના યુવાનનું પતંગની દોરીથી ગળુ કપાયું
યુવકને ગંભીર ઇજા થતા અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો
કઠલાલ: કઠલાલ તાલુકાના મોતીપુરા ગામનો યુવક બાઇક ચાલકને પતંગની દોરી ગળામાં આવી ગઇ હતી અને યુવકને ગળામાં ગંભીર ઇજા થતા સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
કઠલાલાના મોતીપુરા ગામનો મહેશકુમાર રાઠોડ બાઇક લઇને ગત રોજ સાંજના સમયે પસાર થઇ રહ્યો હતો. ત્યારે પતંગની ધારદાર દોરી યુવાનના ગળામાં આવી ગઇ હતી. ગળામાં ગંભીર ઇજા થતા તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયો હતો. મહેશકુમાર રાઠોડને વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને યુવકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.