માલણકા પોસ્ટ ઓફિસના તત્કાલિન ઈન્ચાર્જ પોસ્ટ માસ્ટરની ધરપકડ
- ઉચાપત અંગેના કેસમાં
- 1 લાખથી વધુની રકમની ઉચાપત કરતા નોંધાવાઈ હતી પોલીસ ફરિયાદ
પોરબંદર : પોરબંદરના કુતિયાણા તાલુકાના માલણકા ગામે ઓવલી પોસ્ટ ઓફિસમાં તત્કાલિન ઈન્ચાર્જ પોસ્ટ માસ્તરે રૂ ા. ૧ લાખથી વધુ રકમની ઉચાપત કરીને અંગત ખર્ચ માટે તેનો ઉપયોગ કરતા પોસ્ટ વિભાગા સબ ડિવિઝનલ ઇન્સ્પેકટર દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ધોરાજી પોસ્ટ વિભાગના સબડિવિઝનલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કાસમ અલીભાઈ થારીયાણી દ્વારા કુતિયાણાના માલણકા ગામની પોસ્ટ ઓફિસના તત્કાલિન ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર કૈલાશ મોહન વિંઝુડા સામે સરકારી નાણાની ઉચાપત કરીને વિશ્વાસઘાત કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
માલણકા ગામની પોસ્ટ ઓફિસના તત્કાલિન ઇન્ચાર્જ પોસ્ટ માસ્ટર કૈલાશ મોહન વિંઝુડાએ રૂ ા.૧.૦૭ લાખની રકમ જમા ન કરાવી અંગત ઉપયોગ માટે વાપરી નાખ્યા હોવાનું ખુલતા અને તેમણે રકમ પરત જમા ન કરાવતા તેમને ફરજમુક્ત કરી તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા આ કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી.