સગપણની ખરીદી કરવા ગયેલા પરિવારના ઘરમાંથી બે લાખની ચોરી
image : Freepik
Vadodara : સુરત ખાતે સગપણની ખરીદી કરવા ગયેલા પરિવારના તાળા તોડી સોના ચાંદીના દાગીના ચોર લઈ ગયા હતા. જે અંગે પરિવારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ભરૂચમાં રહેતો સુરજ વિજયભાઈ તિવારી હાલમાં તેના માતા પિતા સાથે ખોડીયારનગર આઈકોન સામે સાંઈદર્શન સોસાયટીમાં ભાડેથી રહે છે અને પારુલ યુનિવર્સિટીમાં સાયબર સિક્યુરિટીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે.
અંકલેશ્વરમાં રહેતા તેના ફોઇના દીકરાનો સગપણ હોય સુરજ અને તેનો પરિવાર અંકલેશ્વર હતા અને ત્યાંથી તેઓ ખરીદી કરવા માટે સુરત ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવ્યા ત્યારે મકાનની જાળીનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના પાંચ તોલા ઉપરાંતના વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.98 લાખના દાગીના લઈ ગઈ હતી.