વડોદરામાં વાઘોડિયા રોડ પર વકીલના મકાન પર લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી
Vadodara CCTV Theft : વાઘોડિયા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા વકીલની ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ચોરી કરતા શખ્સ કેમેરામાં કંડારાઇ ગયો હતો. જેથી વકીલની પત્નીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં કેમેરાચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
વાઘોડિયા રોડ પર આવેલી લકુલેશ અમીધારા સોસાયટીમાં રહેતા જયશ્રીબેન ચંન્દ્રકાંત ઉપાધ્યાયે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારા પતિ ચંન્દ્રકાંત ઉપાઘ્યાય વકીવાત કરે છે. અમારા ઘરે હાલના સંજોગો પ્રમાણે આઠ સીસીટીવી કેમેરા લગાવેલા છે. જેમાં મેઈન ઘેટ ઉપર બે કેમેરા તથા એક કેમેરો સાઈડમાં અને બાકીના પાંચ ઉપરના ભાગે તથા પાછળના ભાગે લગાવેલા હતા. 5 સપ્ટેમ્બરના રોજ 5 સપ્ટેમ્બરના રોજ રાત્રીના આશરે નવેક વાગેના સમયે હું મારા પતિ ચંન્દ્રકાંત તથા સંતાનો જમી પરવારીને સુઈ ગયેલા તે દરમિયાન રાત્રીના સમયે તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા અને મેઈન ગેટ પાસે લગાવેલા બે સીસીટીવી કેમેરા તથા સાઈડમાં લગાવેલા કેમેરા ચોરી કરીને લઇ ગયા હતા. હું બહાર નીકળી હતી ત્યારે સીસીટીવી કેમેરા તસ્કરો ચોરી કરી લઇ હોવાનું માલૂમ પડ્યું હતું. મોબઇલમાં વિડીયો જોતા મારા ઘરની બહાર મેઈન ગેટ પાસે લગાવેલા બે સીસીટીવી કેમેરા તથા સાઈડમાં લગાવેલ સીસીટીવી કેમેરો રાતના કલાક 3.15 વાગ્યે અમારા ઘરની સામે રહેતા શિવમ જતીન કહાર કેમેરા પોતાના હાથથી ખેંચી તોડી લઇ જતા કેમેરામાં દેખાય છે. તેમજ આ સિવાય અમારા ઘરમાથી બીજી કોઇ વસ્તુ ચોરી થઇ નથી. પોલીસે કેમેરાની ચોરી કરતા પાડોશી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.