ચૂંટણી ટાણે સુરતમાં ટેક્સટાઈલનો કરોડોનો ધંધો, આ વર્ષે 1200 કરોડનો વકરો થાય તેવું અનુમાન

સુરતમાં મોટા પાયે બને છે ચૂંટણી પ્રચારનો સામાન

ગત લોકસભા ચૂંટણીમાં કર્યો હતો 1000 કરોડ રૂપિયાનો વેપાર

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ચૂંટણી ટાણે સુરતમાં ટેક્સટાઈલનો કરોડોનો ધંધો, આ વર્ષે 1200 કરોડનો વકરો થાય તેવું અનુમાન 1 - image


લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. જેની સાથે જ સૂરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી આવનારા દિવસોમાં મોટા ઓર્ડર મળશે તેવી રાહ જોઈને બેઠી છે. સુરતમાં ઝંડા, બેનર, ટોપી, સાડી અને ટી શર્ટ જેવો ચૂંટણી પ્રચારમાં વપરાતો સામાન મોટા પાયે બનાવવામાં આવે છે, ત્યારે પોલિટિકલ પાર્ટીઓએ આના માટેની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે.

ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિયેશનના અધ્યક્ષ કૈલાશ હકીમના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતને ખૂબ સારા ઓર્ડર મળવાના ચાન્સ છે અને તે મળી પણ રહ્યા છે. તેમના અંદાજ મુજબ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અંદાજે એક હજાર કરોડનું બિઝનેસ મટિરિયલ સુરતમાં આવવાનું છે. સુરતથી જે મુખ્ય વસ્તુઓ જાય છે, તેમાં કેપ, ફ્લેગ્સ, કેટલાક બેનરો જે આજકાલ ડિજિટલ પ્રિન્ટ પર પ્રિન્ટ થવા લાગ્યા છે અને સાડીઓનો સમાવેશ થાય છે, આ બધી વસ્તુઓ આજકાલ સુરતથી જ જાય છે.

વેપારીઓના જણાવ્યા અનુસાર ગત લોકસભા ચૂંટણી વખતે સુરતના ટેક્સટાઈલ માર્કેટે લગભગ 1000 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. ને આ વર્ષે 1200 કરોડ રૂપિયાનો વેપાર થશે તેવું અનુમાન છે.  લક્ષ્મીપતિ ગ્રૂપના ડાયરેક્ટર સંજય સરાવગીનું કહેવું છે કે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે સુરતને હંમેશા રોજગારી મળે છે અને આ વર્ષે તેમને સુરત શહેરમાં આશરે રૂ. 1200 કરોડનો બિઝનેસ થવાની અપેક્ષા છે. મોટા ઉદ્યોગોને પણ 1200 કરોડ રૂપિયાનો બિઝનેસ મળ્યો છે. વધુમાં તેઓ જણાવે છે કે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ખરેખર સારી વાત છે કે તેમના માટે એવી સિઝન આવી છે કે ચૂંટણીના માહોલમાં કાપડ ઉદ્યોગના કારીગરોને પણ કામ મળશે. વેપારીઓને પણ કામ મળશે અને કારખાનાઓને પણ કામ મળશે. 

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી 19 એપ્રિલ 2024થી સાત તબક્કામાં યોજાશે અને ચાર જૂનના રોજ તેના પરિણામો જાહેર થશે.


Google NewsGoogle News