Get The App

વેપારીઓ જુનાં પેમેન્ટો છૂટાં કરતાં હોવાથી કારખાનેદારોનું ટેન્શન હળવું થયું

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વેપારીઓ જુનાં પેમેન્ટો છૂટાં કરતાં હોવાથી કારખાનેદારોનું ટેન્શન હળવું થયું 1 - image


સુરત

કાપડ માર્કેટ ના વેપારીઓ જુના પેમેન્ટો છૂટા કરી રહ્યાં છે. બહુ જૂજ કિસ્સામાં પેમેન્ટો મોડા થાય છે. આમછતાં, પેમેન્ટોની સાઇકલ દોઢ બે મહિના મોડી ચાલી રહી છે. વેપારીઓ પેમેન્ટ આપી રહ્યાં હોવાથી, કારખાનેદારોને મોટી રાહત છે.

વેપારીઓએ મોટા પ્રમાણમાં ગ્રેની ખરીદી કરી હોવાથી મિલોમાં રા-મટીરીયલનો મોટો સ્ટોક થયો છે. મિલોમાં પણ કામકાજ વધી ગયું છે. તેવી જ રીતે એમ્બ્રોઇડરી એકમોમાં પણ સારો એવો જ સ્ટોક છે. હાલમાં તો વેપારીઓએ ગ્રેની નવી ખરીદી અટકાવી રાખી છે પણ જુનાં પેમેન્ટો ધીમે ધીમે ક્લિયર કરી રહ્યાં છે.

કામકાજ સારાં એવા પ્રમાણમાં સુધર્યા છે, તેથી કાપડ ઉદ્યોગમાં એક વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. દિવાળી સુધી નવી ખરીદી યથાવત રહેવાની ધારણા છે. દિવાળી પછી લગ્નસરાની સિઝન હોવાથી પણ કામકાજને કંઈ બહુ વાંધો આવે એમ નથી. કારીગરોની ઓછી સંખ્યાને કારણે ગ્રેના ઉત્પાદનને અસર આવશે એ એક અલગ બાબત છે.

ગ્રેની અમુક કવોલિટીઓમાં કામકાજ થોડા દબાયા છે. અને તેને કારણે કારખાનાઓમાં ગ્રેનો સ્ટોકનો ભરાવો ફરી શરૃ થયો છે. અત્યારે આ એક ચિંતાનું કારણ છે. પરંતુ કારખાનેદારો જાણે અને સમજે છે કે, આવનારા દિવસોમાં માંગ નીકળતા માલનો નિકાલ થઈ જશે.ગ્રેની અમુક કવોલિટીઓમાં પેમેન્ટ મોડાં પડે છે, ધારાથી બે-ત્રણ મહિના મોડાં થાય છે.

 


Google NewsGoogle News