પ્રિમોન્સુન કામગીરી માટે પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
પ્રિમોન્સુન કામગીરી માટે પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે 1 - image


સુરત મહાનગર પાલિકા દ્વારા આ વર્ષે પ્રિમોન્સુન કામગીરી માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા તૈયારી થઈ રહી છે. સુરતમાંથી પસાર થતી ખાડી અને નદીના લેવલ અને નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે તે માટે પણ સીસી કેમેરાનો ઉપયોગ કરી મોનીટરીંગ કરાશે આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બનેલા 55 ફ્લડ ગેટ નું મોનીટરીંગ ICCC પરથી મોનીટરીંગ કરવામાં આવશે.

આજે વસેલી સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી ગયા છે નજીકના દિવસોમાં ચોમાસુ બેસે તેવી શક્યતા છે. સુરતમાં વરસાદનું આગમન ઝડપથી થઈ શકે તેવી શક્યતા છે તેમ છતાં હજી કેટલીક પ્રિમોન્સુન કામગીરી સામે સવાલ ઉભા થઈ રહ્યા છે. રાજકોટ દુર્ઘટના બાદ સુરતમાં સીલીંગ ની કામગીરી આક્રમક ચાલતી હોવાથી પ્રિમોન્સુન કામગીરી માં કચાશ રહી ગઈ હોવાની ફરિયાદ ઉઠી રહી છે. 

હાલ સુરત પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીનો બીજો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વધુ વરસાદ પડે ત્યારે અથવા જિલ્લામાં વધુ વરસાદ પડે તો સુરતમાંથી પસાર થતી ખાડી ઉભરાઈ અને રેલ આવી શકે તેમ છે. તાપી નદીમાં પાણીનું સ્તર વધે તે તાપી નદીમાં બનાવેલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવે છે. આ કામગીરી વધુ એક્યુરેટ થાય તે માટે સુરત પાલિકાએ શહેરમાં બનાવેલા તમામ 55 ફ્લડ ગેડનું મોનીટરીંગ પાલિકાએ બનાવેલા ICCC પરથી કરવામાં આવશે તેના માટે કવાયત થઈ રહી છે.

સુરત પાલિકા કમિશનરે હાલમાં તમામ ફ્લડ ગેટ ઓટોમેટિક કરવા માટેની સૂચના આપી દીધી છે. તેને પાલિકા ICCC સાથે લિંક કરી દેશે અને તેનું મોનીટરીંગ પણ ICCC પરથી જ કરવામાં આવશે, આ ઉપરાંત નદી અને ખાડીમાં પાણીની લેવલ અને ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તો સીસી ટીવી કેમેરાની મદદથી આઇ ત્રીપલ સી ખાતેથી જ નજર રાખી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.


Google NewsGoogle News