નવી સિવિલ હોસ્પિટલ અને કેમ્પસ રંગરેલીયાનો અડ્ડો છતા તંત્ર મૌન
- જુના બિલ્ડીંગમાં પુરુષ અને મહિલા કર્મચારી ઓપીડી બંધ થયા બાદ રૃમમાં અંગત પળો માણતા અન્ય કર્મચારીએ પકડયા
સુરત,:
સુરત
સિવિલ હોસ્પિટલ ખાતે અવારનવાર અમુક મહિલા અને પુરુષ કર્મચારી રંગરેલીયા મનાવતા ઝડપાયા
બાદ સિવિલ અને કેમ્પસ રંગરેલીયા માટેનો અડ્ડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે. જોકે
આ મામલે તંત્ર કાર્યવાહી કરવામાં નહીં આવતા અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસ ઝાડી ઝાંખરા કે જર્જરિત જેવા કેટલાક ક્વાર્ટર્સ કે ઓપીડી કે વિભાગ બંધ સમયમાં તથા મોડી રાત દરમિયાન કર્મચારી કે બહારના પ્રેમી પંખીડાઓ રંગરેલીયા મનાવતા તથા આપત્તિજનકસ્થિતિ કે કઢંગી હાલતમાં મળી આવતા હતા ? જોકે આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે પણ હાલમાં આ ઘટના બની રહી છે કે, સિવિલમાં જુની બિલ્ડીંગમાં ૫-૬ દિવસ પહેલા બપોરના ઓ.પી.ડી બંધ થયા એક વિભાગમાં પુરૃષકર્મચારી અને મહિલા કર્મી એક રૃમમાં દરવાજો અડો કરીે રંગરેલીયા માનાવામાં મશગુલ હતા. તે સમયે ત્યાં ફરજ બજાવતા અન્ય કર્મચારીની નજર બંને પર પડતા ચોકી ગયા હતા. બાદમાં તે કર્મચારીએ તે વિભાગના સિનિયર ડોકટર અને સિવિલના અધિકારીને આ અંગે ફરીયાદ કરી હતી પણ ડોકટર અને અધિકારીએ ફરીયાદ કરવા ગયેલા કર્માચારીને જ આરોપી હોય તે પ્રમાણે ખખડાવ્યો હોવાનું સુત્રો કહ્યુ હતુ.
આ ઉપરાંત ૧૦ દિવસ પહેલા સિવિલ ખાતે એક પુરૃષ કર્મચારીને આયા મહિલા કર્મચારીને કહ્યુ કે, તુ મારી સાથે ફરવા ચાલ, તુ નહી આવે તો નોકરી પર નહી રાખવા અંગે ધમકી આપી ? બાદમાં તે મહિલા કર્મચારીને ગભરાઇને તરત સિવિલના આર.એમ.ઓ ઓફિસ પાસે જઇને હોબાળો મચાવ્યો હતો. બાદમાં તે મહિલાને નોકરી રાખવાનું કહેતા મામલો થાળે પડયો હતો. જોકે તે કર્માચારી અધિકારીનો માનિતો હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. આ સાથે થોડા દિવસ પહેલા સિવિલમાં કિડની બિલ્ડીંગ પાસે કારમાં મહિલા કર્મચારી કારમાં એક વ્યકિત સાથે રંગરેલીયા મનાવતા પકડાઇ ગયા હોવાની વાતએ ચર્ચાએ જોર પકડયુ હતું. તે અગાઉ સિવિલના સિક્યુરીટી સુપરવાઇઝનોએ મહિલા સિક્યુરીટીગાર્ડ સાથે બિભસ્ત કે ગમેતેમ વાત કરતો ઓડીયો વાઇરલ થયો હતો. આ ઉપરાંત ધણા સમય પહેલા પણ સિવિલના ડોકટર અને મહિલાકર્મચારી સાથે પકડાઇ ગયા હોવાનું પણ ચર્ચાઇ રહ્યુ હતુ. નોધનીય છે કે, સિવિલના અધિકારીને મોટાભાગની વાત અંગે જાણ હોવા છતા તે યોગ્ય કાર્યવાહી કરતા નહી હોવાનું પણ સિવિલમાં ચર્ચાએ જોર પકડયુ હતું.