Get The App

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો

Updated: Jan 18th, 2025


Google NewsGoogle News
GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 1 - image


GPSC Exam Syllabus : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) ભરતીની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.  GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું છે કે, આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીઓની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ એક કરાયો છે. જેમાં હવેથી GPSCની તમામ ભરતીઓ માટે એક જ 'સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ કરતાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવામાં રાહત થશે.

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 2 - image

GPSCની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓનો અભ્યાસક્રમ એક જ રહેશે

રાજ્યમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી ક્લાસ 1-2 અને 3ની વિવિધ ભરતીની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ-અલગ હતો. જેને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા ઉમેદવારોને પરીક્ષામાં વધુ સરળતા રહે તે માટે GPSCની તમામ ભરતીની પ્રાથમિક પરીક્ષાઓ એક જ 'સામાન્ય અભ્યાસ'નો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. 'સામાન્ય અભ્યાસ' વિષયનો નવો અભ્યાસક્રમ GPSCની સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી મળી રહેશે.

GPSCની 'સામાન્ય અભ્યાસ' ની જાહેરાત બાદ હવે ઉમેદવારો પરીક્ષામાં ઉત્સાહ ભેર ફોર્મ ભરી શકશે. સામાન્ય અભ્યાસ હવે સરખો રહેવાને કારણે ઉમેદવારોને વધારે મહેનત કરવી નહી પડે. જેથી ઉમેદવારો GPSC સહિત અન્ય બોર્ડ કે કોર્પોરેશનની પરીક્ષાની પણ તૈયારી સાથો સાથ કરી શકશે.

આ પણ વાંચો: દારુ પહોંચાડવાની નવી મોડસ ઓપરેન્ડી: ટેમ્પોની અંદર જનરેટર જેવી બોડીમાં છુપાવી હતી 578 પેટી

હસમુખ પટેલે શું કહ્યું?

GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, 'આયોગ દ્વારા GPSCની ભરતીની પ્રાથમિક પરીક્ષાના અભ્યાક્રમમાં સામાન્ય ફેરફારો કરીને પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. જેથી GPSCની તમામ ભરતીની પરીક્ષાઓ આપતા ઉમેદવારોને અલગ-અલગ અભ્યાસક્રમ પ્રમાણે તૈયારી કરવાની થશે નહી. હવે એક જ અભ્યાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષાની તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય. પ્રાથમિક પરીક્ષાના ‘સામાન્ય અભ્યાસ’માં હવે ઈતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતર રાષ્ટ્રીય સબંધો, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા, ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા સામાન્ય જ્ઞાન – પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓનો સમાવેશ કરાયો છે.'

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 3 - image

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 4 - image

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 5 - image

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 6 - image

GPSCની તૈયારી કરતા ઉમેદવારોને રાહત, હવે તમામ પ્રિલીમ પરીક્ષાનો અભ્યાસક્રમ રહેશે સરખો 7 - image


Google NewsGoogle News