વડોદરા: આજવા સરોવરની સપાટી 16 કલાકથી સ્થિર છે
- વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને 20 ફૂટ થઈ
વડોદરા, તા. 5 ઓગસ્ટ 2019 સોમવાર
વડોદરાના આજવા સરોવરની સપાટી છેલ્લા 16 કલાકથી સ્થિર રહી છે. ગઈકાલે આજવાની સપાટી ઘટ્યા બાદ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે ફરીવાર વધી હતી. ગઈકાલે આજવાની સપાટી 211 55 ફૂટ થતા વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ ફરી તેમાં ધીમો વધારો શરૂ થયો હતો અને રાત્રે સપાટી 211 ને 65 ફૂટ થઈ હતી.
આઝવાના ઉપરવાસમાં પાવાગઢ હાલોલ ધન સલવાવ પ્રતાપપુરા વગેરે વિસ્તારમાં વરસાદ ચાલુ રહેતા તેના પાણીની આવક સરોવરમાં હતા સપાટી વધી હતી અને 211ને 65 ફૂટ થઈ હતી. આજે સવારે પણ 16 કલાક બાદ સપાટી એટલી જ રહી હતી.
આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરથી 2532 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. બીજી બાજુ વિશ્વામિત્રીની સપાટી સતત ઘટી રહી છે. ગઇરાત્રે સપાટી 22 ફૂટ હતી. જે આજે બપોરે સવા બે ફૂટ ઘટી ગઈ હતી અને 20 ફુટ આસપાસ તેનું લેવલ થયું હતું.
વિશ્વામિત્રીમાં પાણી ઘટતા નિચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે.