એસ.ટી કર્મચારી યુનિયને પડતર માંગણીના મુદ્દે સેન્ટ્રલ સહિતના ડેપો પર સૂત્રોચાર કર્યા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
એસ.ટી કર્મચારી યુનિયને પડતર માંગણીના મુદ્દે સેન્ટ્રલ સહિતના ડેપો પર સૂત્રોચાર કર્યા 1 - image


સુરત

એસટી નિગમના ત્રણે મંડળોના કર્મચારીઓએ સેન્ટ્રલ બસ સ્ટેશન સહિતના જુદાં જુદાં છ ડેપો ઉપર સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ કર્યો હતો.

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર ફેડરેશન, ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘે રાજ્ય સરકાર સમક્ષ ભણતર માંગણીઓના નિરાકરણ માટે રજૂઆતો કરી હતી અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. ત્રણ દિવસ આ વિરોધ કાર્યક્રમ બાદ તા. 28થી 4 દિવસ માટે કર્મચારીઓ કાળી પટ્ટી તથા વો પહેરી ફરજ બજાવશે.

એસટી નિગમના કર્મચારીઓની લાંબા સમયથી પડતર માંગણીઓ છે. નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારા ધોરણ મુજબનો લાભ આપવા, ચડત મોંઘવારી ભથ્થાની 11 ટકાની અસર અને ચડત એરિયર્સની પ્રથમ હપ્તાની રકમ ઓછી હોવાથી, ત્રણ હપ્તાને બદલે એક જ હપ્તે એરિયર્સ ચૂકવી આપવા તથા દિવાળી પહેલા આ રકમ આપવા, રાજ્ય સરકારના ઠરાવ મુજબ એચ.આર.એ.-સીએલએનો લાભ 8, 16 અને 24 ટકાના સુધારેલ દરે ચૂકવી આપવા, વર્ગ ૪ના પાર્ટ ટાઈમ કર્મચારીઓને 2022ના વર્ષના બોનસનો લાભ મળેલ નથી, તે ચડત બોનસનો લાભ આપવા સહિતની 19 માંગણીઓ પડતર છે.

 


Google NewsGoogle News