Get The App

વડોદરા શહેરમાં બ્રિજો નીચે તૈયાર થયેલ રમતગમત સંકુલ વહેલીતકે કાર્યરત થાય તેની જોવાતી રાહ

Updated: Mar 26th, 2025


Google News
Google News
વડોદરા શહેરમાં બ્રિજો નીચે તૈયાર થયેલ રમતગમત સંકુલ વહેલીતકે કાર્યરત થાય તેની જોવાતી રાહ 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરમાં આવેલ બ્રિજ નીચેની જગ્યાના સુવ્યવસ્થિત ઉપયોગ સાથે સુંદરતામાં વધારો થાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે ફતેગંજ ફલાય ઓવર બ્રિજ તથા હરીનગર ફ્લાય ઓવર બ્રિજ નીચે તૈયાર કરવામાં આવેલ રમતગમત સંકુલનું સંચાલનની કામગીરી માટે ભાવ નક્કી કરી સોંપવા બાબતે સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગેની દરખાસ્ત મંજુરી હેતુ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઇ છે.

શહેરમાં આવેલ બ્રિજ નીચેની જગ્યા બિનવપરાશ પડી રહેતી હોઈ, જ્યાં દબાણ તથા ગંદકી ન થાય જેથી બ્રિજ  નીચેની જગ્યાનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવા પ્રાયોગિક ધોરણે લાલબાગ બ્રિજ, ફતેગંજ બ્રિજ, હરીનગર બ્રિજ તથા અમીતનગર બ્રિજ નીચે સ્પોર્ટ્સ એન્ડ રિ-ક્રિએશન સ્પેશ ડેવલોપમેન્ટનું આયોજન હાથ ધરાયુ છે. જેને ધ્યાને લઈ અમદાવાદ, સુરત તથા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજ નીચે વિવિધ કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે મુજબ વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે પણ વિવિધ વિભાગોના મંજુર ARC મુજબ ફતેગંજ ફલાય ઓવર બ્રિજ તથા હરીનગર ફલાય ઓવર બ્રિજ નીચે ખાલી જગ્યામાં બાળકો તેમજ યુવાનો માટે રમતગમતની સુવિધા વિકસાવવાની કામગીરી, પાર્કીંગ, વડીલ વિસામો, સદાવ્રત ભોજન વ્યવસ્થા, મહીલા તેમજ બાળકો માટે સ્કીલ ડેવલપમેન્ટ ક્લાસની વ્યવસ્થા, ગાર્ડન જેવી સુવિધાની કામગીરી કરવામાં આવેલ છે. જેનું સંચાલન કરવા માટે વડોદરા શહેરમાં આ પ્રકારની કામગીરી કરતી સંસ્થા પાસે વડોદરા કોર્પોરેશનની શરતો મુજબ ભાવ નક્કી કરી તેઓને સોંપાશે.

Tags :