સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુંજયો 'વાહે ગુરૂ'નો નાદઃ ગુરૂ નાનક જયંતિની ભાવભેર ઉજવણી
સિંધી તથા શીખ સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજાયા જામનગર, મોરબી, ધોરાજી, વેરાવળ, સોમનાથ, કોડીનાર, દીવમાં પ્રભાતફેરી, શોભાયાત્રા, શબ્દકિર્તન લંગરપ્રસાદ સહિતના આયોજનો થયા
રાજકોટ, : સૌરાષ્ટ્રભરમાં ગુરૂનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રભાસ પાટણમાં પ્રભાતફેરી, કીર્તન, શોભાયાત્રા, લંગરપ્રસાદ તેમજ કેક કાપી રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂદ્વારામાં દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટયા હતાં.
જામનગરમાં ગુરૂદ્વારા ખાતે પ્રભાતફેરી, સેહજપાઠ, શબ્દકીર્તન તથા ગુરૂકાલંગર મહાપ્રસાદ સહિતના આયોજનમાં શીખ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા.ં સમગ્ર ગુરૂદ્વારાને રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.
સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા ગુરૂ નાનક જયંતીની ઉજવણી અંતર્ગત સ્ટેશન રોડ પર આવેલા ગુરૂ નાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે નિતનેમ, આશાદી વાર અને કીર્તન યોજાયા હતાં. બાદમાં અખંડ પાઠ સાહેબની સમાપ્તિ તથા લંગરપ્રસાદનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત શોભાયાત્રા ગુરૂ નાનક દરબાર સિંધુ ભવનથી પ ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જે નગર કીર્તનનું વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.
કોડીનાર લાડી લોહાણા સિંધી પંચાયત દ્વારા કોડીનાર સિંધી સોસાયટી ખાતે આવેલા ગુરૂનાનક મંદિર ખાતે સવારે મંદિરની ધજા સાહેબ અને ત્યારબાદ સત્સંગ, ભોગ સાહેબ તેમજ સર્વે સમાજ દ્વારા એક સાથે રાત્રીના જન્મ દિવસની ઉજવણી રૂપે કેક કાપી એક બીજાને શુભકામનાઓ પાઠવામાં આવી હતી.
ધોરાજીનાં ત્રણ વિસ્તારોમાં આવેલા ગુરૂનાનક મંદિર વઘાસીયા ચોરા ચોક, જમનાવડ રોડ ખાતે આવેલા ગુરૂનાનક મંદિર અને જુલેલાલ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ધોરાજીના સમસ્ત સિંધી સમાજ ્દવારા વિવિધ માર્ગો પર પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. બપોરના આકાશ હોલ ખાતે પૂર્ણ થઈ હતી.
દીવનાં બુચરવાડાના મેતાવાડી ગામમાં બરડાઈ માતાના મંદિર પાસે આવેલા ઉદાસીન આશ્રમમાં ગુરૂનાનક જયંતીની ઉજવણીના ભાગરૂપે ગુરૂનાનક ગ્રંથ સાહેબની પૂજા અર્ચના બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ગ્રંથ સાહેબને ફૂલહાર કરી ભક્તોએ ભજન કીર્તન કર્યા હતાં. અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.
પ્રભાસ પાટણમાં ચોગાન ચોક ખાતે આવેલ સિંધી વંડીમાં કીર્તન તેમજ લંગપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. વેરાવળમાં વહેલી સવારે લિલાશાહ નગરથી સ્વામી શાંતિ પ્રકાશ હોલ સુધી પ્રભાત ફેરી, કીર્તન ત્યારબાદ ભોગ સાહેબ, તથા સમૂહ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ટાવર ચોક, લીલાશાહ નગર, અંબાજી મંદિર રોડ, હાઉસિંગ સોસાયટી, બજરંગ સોસાયટી, 80 ફૂટ રોડ, 60 ફીટ રોડ સહિત ગુરૂનાક ચોક, બિહારી નગર થઈ કરમચંદ બાપા ચોક સહિતના રાજમાર્ગો પરથી નીકળેલી શોભાયાત્રામાં સિંધી સમાજના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતાં. ઉપરાંત રાત્રિનાં ગુરૂ ગ્રંથ સાહેબની સવારી સાથે ભવ્ય દીપમાલા અને વિશેષ નગરકીર્તન યોજાયું હતું. ઉપરાંત સ્વામી શાંતિપ્રકાશ હોલ ખાતે વિવિધ સર્પર્ધાો, ફટાકડાની આતશબાજી સાથે ગુરૂનાનક દેવના જન્મદિવસની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી.