વેલંજા ગામની ગુમ થયેલી યુવતીની ચંપલો વેલંજાના તળાવ પાસે મળી
- મોટાવરાછા રોડ પર વેલંજા ગામની બાવીસ વર્ષની યુવતી 31મીએ ગુમ થઇ હતીઃ તળાવમાં શોધખોળ પણ પત્તો મળ્યો નહી
સુરત, :
મોટાવરાછામાં ત્રણ દિવસ પહેલા ગુમ થઇ ગયેલી યુવતીની પરિવારજની શોધખોળ દરમિયાન આજે શુક્રવારે સવારે વેલંજા ખાતે તળાવ પાસે તેની ચંપલો મળતા ફાયર બ્રિગેડે તળાવમાં ત્રણ-ચાર કલાક સુધી શોધખોળ હાથ ધરી હતી.
ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા રોડ પર વેલંજા ગામમાં રહેતી ૨૨ વર્ષીય એક યુવતી ગત તા.૩૧મી સાંજે ઘરે કોઇને જાણ કરવા નીકળી ગઇ હતી. જેથી તેના પરિવારજનો તથા પરિચિત વ્યકિતઓ તેની શોધખોળ કરતા હતા. તે દરમિયાન આજે સવારે વેલંજાગામમાં રંગોલી ચોકડી પાસે આવેલા તળાવ કિનારે યુવતનીની ચંપલ પર પરિવારજનો નજર પડતા ચોકી ગયા હતા.
ત્યાંથી ચંપલ મળવાના લીધે ફાયરને જાણ કરતા ત્યાં ધસી જઇને ફાયરજવાનો ત્રણથી ચાર કલાક સુધી શોધખોળ કરી હતી પણ ભાળ નહી મળતા ફાયરજવાનો પરત ગયા હતા એવુ ફાયર ઓફિસર ભુપેન્દ્ર રાજે જણાવ્યું હતું.