બાર એસો.ની ચૂંટણીમાં ઉમેદવારની લાયકાત, અનુભવના વર્ષ મુદ્દે ઠરાવને પડકારાયો
સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવની નકલ આજસુધી ન મળતા ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોએ બાર કાઉન્સિલને લેખિત રજુઆત કરી
સુરત
સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવની નકલ આજસુધી ન મળતા ચુંટણી લડવા થનગનતા ઉમેદવારોએ બાર કાઉન્સિલને લેખિત રજુઆત કરી
સુરત જિલ્લા વકીલ મંડળની તાજેતરની સામાન્ય સભા અગાઉ ચુંટણી કમિશ્નરની નિમણુંક થયા બાદ ભાવિ ઉમેદવારોના લાયકાત-પ્રેકટીશના વર્ષને લગતાં ઠરાવ સામે વિરોધ વ્યક્ત કરી ચુંટણી લડવા થનગનતા વકીલોએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને લેખિત ફરિયાદ કરી છે.જેમાં આજ સુધી બાર એસો.ની સામાન્ય સભાના ઠરાવને સર્ટીફાઈડ નકલ ન મળી હોવાના મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો,કારોબારી સભ્યો તથા સૌ પ્રથમવાર મહીલા પ્રતિનિધી માટે ફરજિયાત ચુંટણી આગામી તા.20મી ડીસેમ્બરના રોજ યોજવામાં આવશે.પરંતુ સુરત જિલ્લા વકીલ મંડળી કાઉન્સિલ મીટીંગમાં જ બાર કાઉન્સિલે ચુંટણીનો કાર્યક્રમ જાહેર કરે તે પહેલાં જ ચુંટણી કમિશ્નર તરીકે વકીલ કમલનયન અસારાવાલાને નિયુક્તિ પર મંજુરીની મહોર મારી હતી.જો કે ત્યારબાદ 12મી નવેમ્બરના રોજ સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલ ઉપપ્રમુખ અભિષેક શાહ સહિતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વકીલોની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.જેમાં ચુંટણી કમિશ્નરની નિમણુંક થયાની જાહેરાત કરવામાં આવી હતી.અલબત્ત વકીલ મંડળ દ્વારા વકીલોની સામાન્ય સભા માટે મુખ્યત્વે ફેમીલી કોર્ટના નવનિયુક્ત લેડી એડવોકેટ એકટીવ કમીટીની રચના તથા હાલના બાર એસો.ના હોદ્દેદારોની સારી કામગીરીને બિરદાવી તેમની ટર્મ એક વર્ષ માટે વધારવાનો એજન્ડા હતો.જો કે હાલના બાર એસો.ના હોદ્દેદારોની રીપીટીશનની થીયરી સામે ખુદ બાર કાઉન્સિલના સુરતના હોદ્દેદારોએ જ ગેરકાયદે હોઈ વાંધો ઉઠાવતા ઉહાપોહ થવા પામ્યો હતો.જેથી પ્રમુખ સ્થાનેથી જ હાલના હોદ્દેદારોના કાર્યકાળ એક વર્ષ લંબાવવાની દરખાસ્તને પાછી ખેંચી લીધી હતી.
જો કે ત્યારબાદ વકીલ ગગજીભાઈ ભરવાડે આગામી વર્ષના હોદ્દેદારોની ચુંટણી માટે લાયકાત અને અનુભવના વર્ષને ધ્યાને લેવા દરખાસ્ત મુકી હતી.જેના સામાન્ય સભામાં મંજુર કરવામાં આવી હતી.જેના કારણે પ્રમુખપદ માટે દાવેદારી નાંધાવવા થનગનતા એડવોકેટ મયુર પટેલ તથા કેટલાક અસંતુષ્ટ કારોબારી સભ્યોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો.તેમણે જણાવ્યું હતું કે બંધારણ પણ દરેક નાગરિકને 18 વર્ષે મતદાનનો અધિકાર તથા ચુંટણી લડી શકતા હોય તો બાર એસો.ની ચૂંટણીમાં એકા એક આવા ઠરાવ શા માટે ?કોઈપણ વકીલ સનદ બાદ ગમે ત્યારે ચુંટણી લડવા હક્કદાર હોઈ તેમના હક્ક પર નિયમો લાદીને તરાપ મારી ન શકાય.બીજી તરફ વકીલોની સામાન્ય સભાના ઠરાવની સર્ટીફાઈડ કોપી માંગવા છતાં આજ સુધી ન મળી ન હોવાથી કોપી મળ્યેથી રજુ કરવાનું જણાવી વકીલ ચેતન પ્રજાપતિએ આ મુદ્દે બાર કાઉન્સિલમાં ધા નાખી છે.જેથી આ મામલે બાર કાઉન્સિલ શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
સૌ પ્રથમવાર એલઆરની પોસ્ટ માટે એકથી વધુ ઉમેદવારો મેદાને ઉતરે તેવી
સંભાવના
સુરત જિલ્લા વકીલ મંડળના આગામી વર્ષના હોદ્દેદારો,કારોબારી સભ્યોની ચુંટણીમાં આ વખતે સૌ પ્રથમવાર મહીલા વકીલને પ્રતિનિધીત્વ આપવા ફરજિયાત ચુંટણી યોજવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે રાજ્યના દરેક જિલ્લા વકીલમંડળને તાકીદ કરી છ.ેજેના પગલે અગાઉ સુરત જિલ્લા વકીલમંડળના હોદ્દેદારોએ એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચુંટણી યોજવા અંગે બારકાઉન્સિલનો પરિપત્ર ન મળ્યો હોવાનું જણાવ્યું હતુ.પરંતુ ત્યારબાદ બાર કાઉન્સિલે એલઆરની પોસ્ટ માટે ફરજિયાત ચુંટણી યોજવા સુરત સહિત દરેક જિલ્લા વકીલમંડળને તાકીદ કરી હતી.
જેના
પગલે આ વખતે સુરત જિલ્લા વકીલમંડળમાં સૌ પ્રથમવાર એલઆરની પોસ્ટ મેળવવા માટે મહીલા
વકીલોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.સંભવતઃ ગઈકાલે એલઆરની પોસ્ટ માટે સોનલ
ગ્લાસવાલા તથા સંગીતા ખુંટે દાવેદારી નોંધાવવા માટે સોશ્યલ મીડીયામાં પ્રચાર શરૃ
કરી દીધો છે.જેમાં સંભવતઃ વધુ મહીલા વકીલોના નામ પણ આગળ ઓવે તો નવાઈ નહીં.જેથી સૌ
પ્રથમ એલઆરની પોસ્ટ માટે કોઈ એક સર્વસંમતિ ઉમેદવારને બદલે એકથી વધુ દાવેદારો
ચુંટણી લડે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.અલબત્ત એલઆરની પોસ્ટ માટે બાર એસો.ને
પોતાની સામાન્ય સભામાં લાયકાત કે અનુભવના વર્ષ અંગેનો કોઈ ઠરાવ કર્યો નથી.