Get The App

આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક ઇચ્છતા હતા કે વિદ્યાર્થિની ધર્મ પરિવર્તન કરે

વિદ્યાર્થિનીની બહેનપણીએ કહ્યું કે, અધ્યાપકે વિદ્યાર્થિનીનો સંપર્ક કરાવવા મારી હેરાનગતિ શરુ કરી, મારા માટે ગમે તેવી વાતો ફેલાવી

વડોદરામાંપોલીસ મથકે પહોંચેલી વિદ્યાર્થિનીની સહેલીનો સ્ફોટક આક્ષેપ

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક ઇચ્છતા હતા કે વિદ્યાર્થિની ધર્મ પરિવર્તન કરે 1 - image

વડોદરા,એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક  પર વિદ્યાર્થિનીની સતામણીના ગંભીર આરોપ લાગ્યા છે.એટલું જ નહી અધ્યાપકે  આ વિદ્યાર્થિનીની સાથે તેની બહેનપણીની પણ હેરાનગતિ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે, આર્ટસ ફેકલ્ટીના લઘુમતી કોમના અધ્યાપક સામે વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીના વીમેન્સ ગ્રિવન્સ સેલમાં ફરિયાદ કર્યા બાદ સત્તાધીશોએ આ અધ્યાપકને સસ્પેન્ડ કરીને તેમની ઓફિસને પણ સીલ કરી દીધી છે.

બીજી તરફ આજે આ વિદ્યાર્થિનીની સાથે ભણતી તેની બહેનપણી સામે આવી હતી.પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જતા પહેલા તેણે પત્રકારોને ઇન્ટરવ્યૂ આપતા  જણાવ્યું હતું કે, મારી બહેનપણી સાથે આ અધ્યાપકે મિત્રતા કેળવવાની કોશીશ કરી હતી.તેને પીએચડી કરાવવાની અને બીજી પણ લાલચ આપી હતી અને ધર્મ પરિવર્તન માટે તેનું બ્રેઈન વોશ કરવાનો પ્રયાસ કર્યો હતો.અધ્યાપક પોતે પરિણિત હોવા છતા ઈચ્છતા હતા કે,  મારી બહેનપણી  ધર્મ પરિવર્તન કરે.જોકે, તેણે  છેલ્લા કેટલાક સમયથી અધ્યાપકથી  અંતર જાળવવાનું શરુ કરી દીધું હતુ અને હું તેની બહેનપણી  હોવાથી અધ્યાપકે ફરી  વાતચીત  માટે મારા પર દબાણ શરુ કર્યું હતું.તેઓ મને પણ વોટસએપ પર મેસેજ  મોકલતા હતા.

પોતાના માતા પિતા સાથે સયાજીગંજ પોલીસ મથકે પહોંચેલી આ વિદ્યાર્થિનીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, હું અધ્યાપકના દબાણને તાબે થઈ નહોતી.તેના કારણે અધ્યાપકે મારા માટે પણ ગમે તેવી વાતો ફેલાવવા માંડી હતી અને તેના કારણે મેં મારા માતા પિતાને વાત કરી હતી.મારી બહેનપણી તો ગભરાઈને  ફરિયાદ કરે તેવી સ્થિતિમાં નથી પણ હું મારા માતા પિતાના સપોર્ટથી આ અધ્યાપક સામે ફરિયાદ નોંધાવવા માટે આવી છું. 


વિદ્યાર્થિનીની બહેનપણીની  પોલીસમાં ફરિયાદ 

પ્રોફેસરને વશ નહીં થનાર વિદ્યાર્થિનીનું કેરિયર ખતમ કરી દેવાની ધમકી આપી

યુનિવર્સિટીના વીમેન્સ ગ્રિવન્સ સેલમાં ફરિયાદ કરનાર મૂળ  વિદ્યાર્થિની પોલીસમાં  ફરિયાદ કરવા ના આવી 

ફરિયાદમાં ધર્મ પરિવર્તનનો કોઇ ઉલ્લેખ નહીં

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના પ્રોફેસર સામે વિદ્યાર્થિનીની બહેનપણીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે પોતાની સાથે પણ પ્રોફેસરે કરેલા કૃત્યોનો ઉલ્લેખ કર્યો છે.  પોતાની બહેનપણી સાથે થયેલા વર્તનનો કે ધર્મ પરિવર્તનની બાબતનો કોઇ ઉલ્લેખ કર્યો નથી.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઘુમતી કોમની એક વિદ્યાર્થિનીએ  એમ.એસ.યુનિવર્સિટીના હિન્દી વિભાગના પ્રોફેસર મોહંમદ અઝહરભાઇ ઢેરીવાલા (રહે. પ્રોફેસર ક્વાટર્સ, પ્રતાપગંજ) સામે ફરિયાદ નોંધાવવા માટે આવી હતી. તેણે ફરિયાદમાં જણાવ્યું  હતું કે, પ્રોફેસર મારી પાસે આવીને તેઓના રૃમમાં લઇ જવા માટે વારંવાર  હાથના ઇશારા કરતા  હતા. પરંતુ, તે ના  પાડતી હતી. જેથી,પ્રોફેસરે મારૃં કેરિયર ખતમ કરવાની ધમકી આપી હતી. મારા ઘર સુધી પીછો કરી મારા વિશે ખોટી વાતો કરી બદનામ કરવાની કોશિશ કરીહતી. તેઓ વારંવાર મને વોટ્સએપ પર મેસેજ કરીને હેરાન કરતા હતા. આ અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આર્ટસ ફેકલ્ટીના આ  અધ્યાપક સામે જે વિદ્યાર્થિનીએ યુનિવર્સિટીના વીમેન્સ ગ્રિવન્સ સેલમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ  સત્તાધીશોએ આ અધ્યાપકને સસ્પેન્ડ કરીને તેમની ઓફિસને પણ સીલ કરી દીધી છે. આ વિદ્યાર્થિની હજી પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરવા આવી નથી. પરંતુ, તેની બહેનપણીએ પોતાની સાથે થયેલી છેડતીની ફરિયાદ પ્રોફેસર સામે કરી છે.


Google NewsGoogle News