Get The App

વડોદરા જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
વડોદરા જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ 1 - image


Vadodara : વડોદરા જિલ્લામાં તા.28 નવેમ્બર સુધીમાં મતદાન યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે. તારીખ.01/01/2025 ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદારયાદીમાં નામ નોંધાયેલ નથી. તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદારયાદીમાં નામ નોંધાય તે હેતુથી તા.28/11/2024 દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. 

આ અંતર્ગત તા.17/11/2024 (રવિવાર), તા.23/11/2024(શનિવાર) અને તા.24/11/2024 (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે. અરજદારો ઘરે બેઠા ઓનલાઈન www.voterportal.eci.gov.in, Voterhelpline App અને www.nvsp.in પર જઈને મતદારયાદીમાં સુધારો કરી શકશે. આ માટે વધુ માહિતી માટે 1950 હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે. 

મહત્વનું છે કે, ખાસ ઝુંબેશના દિવસો તા.17/11/2024(રવિવાર), તા.23/11/2024(શનિવાર)અને તા.24/11/2024 (રવિવાર) ના રોજ રાખેલ હોવાથી મતદાન મથકો પર સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી સંપર્ક કરવો. આ તારીખ સિવાય મામલતદાર કચેરી, મતદાન નોંધણી અધિકારીની કચેરી, કલેક્ટર કચેરીનો સંપર્ક કરી શકાશે.


Google NewsGoogle News