Vibrant summit 2024| IIM અમદાવાદમાં ભણેલાં આ દેશના રાષ્ટ્રપતિએ ગુજરાતને ગણાવ્યું 'બીજું ઘર'
Vibrant Gujarat 2024 | વાઈબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિની શરૂઆત થઇ ચૂકી છે. આ દરમિયાન મોઝામ્બિકના પ્રમુખ(રાષ્ટ્રપતિ) ફિલિપ જેકિન્ટો ન્યૂસી પણ ગુજરાત આવી પહોંચ્યા હતા. તેમણે સીએમ ભુપેન્દ્ર પટેલ સામે મુલાકાત કરી હતી. આ દરમિયાન ફિલિપે એવી અનેક ઘટનાઓ યાદ કરી હતી જેના સીધા સંબંધ ગુજરાત સાથે છે.
ગુજરાતને ગણાવ્યું બીજું ઘર
અમદાવાદની જાણીતી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ)માં જ ફિલિપ જેકિન્ટો ન્યૂસીએ અભ્યાસ કર્યો છે. તેને લઈને જ તેમણે કહ્યું કે ગુજરાત તો મારા માટે મારું બીજું ઘર છે. તેમણે કહ્યું કે જ્યારે પીએમ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે હું અમદાવાદમાં રહેતો હતો.
ગુજરાતની કરી પ્રશંસા
તેમણે કહ્યું કે ભારતમાં વિકાસના રોલ મોડેલ તરીકે ગુજરાતે સમગ્ર વિશ્વને પોતાની તરફ આકર્ષ્યું. મોઝામ્બિકમાં મકાઈ, ચોખા, અડદ અને શાકભાજીના બમ્પર પેદાવાશ વચ્ચે અમને આશા છે કે ગુજરાતની કંપનીઓ પણ અમારે ત્યાં કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે.