દુષ્કર્મ ગુજારનાર વિધર્મી પાસે પોલીસે રિકન્સટ્રક્શન કરાવ્યું
આરોપીના રિમાન્ડ આજે પૂરા થશે
વડોદરા,સુભાનપુરા વિસ્તારની હોસ્પિટલમાં યુવતીપર દુષ્કર્મ ગુજારનાર વિધર્મી ેપાસે પોલીસે ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું.
સુભાનપુરાની આધાર હોસ્પિટલમાં નોકરી કરતી ૨૨ વર્ષની યુવતી વાસી ઉત્તરાયણના દિવસે તે નોકરી પર હતી. તે દરમિયાન હોસ્પિટલમાં કામ કરતા ટેકનિશિયન અશરફ ચાવડા ખોટું બોલીને તેને ઉપરના માળે લઇ ગયો હતો. જ્યાં તેણે યુવતી સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યુ હતું. આ ગુનામાં પોલીસે અશરફ જીણાભાઇ ચાવડા, ઉં.વ.૨૮ ( રહે. આધાર હોસ્પિટલ ઝાંસીની રાણી સર્કલ પાસે, વડોદરા તથા મૂળ રહે. શેઢાયા,તા.કોડિનાર, જિ. ગીર) ની ગઇકાલે સાંજે પાંચ વાગ્યે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે પોલીસે આરોપી પાસે ઘટનાનું રિકન્સટ્રક્શન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતીકાલે આરોપીના રિમાન્ડ પૂરા થતા હોઇ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.