દારૃનો નશો કરીને ઝઘડો કરતી યુવતીને પોલીસ પકડી લાવી
વાઘોડિયા તરફથી બિયર લાવીને પીધી હતી
વડોદરા,ખોડિયાર નગર વિસ્તારમાં દારૃનો નશો કરીને ઝઘડો કરતી યુુવતીને બાપોદ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઇકાલે એક મહિલાએ પોલીસ કંટ્રોલ રૃમમાં કોલ કરીને જાણ કરી હતી કે, ખોડિયાર નગર શિવસાગર સોસાયટીની બાજુમાં કૃષ્ણનગરમાં છોકરી દારૃ પીને ઝઘડો કરે છે. જેથી, પોલીસ વાન સ્થળ પર પહોંચી હતી. સ્થળ પર એક યુવતી લથડિયા ખાતી મળી આવી હતી. જેથી, પીસીઆર વાન યુવતીને લઇને બાપોદ પોલીસ સ્ટેશન આવી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. વિનોદભાઇએ પંચોની રૃબરૃમાં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ પ્રિયંકા કૃપાશંકર તિવારી (રહે. કૃષ્ણાનગર) જણાવ્યું હતું. વાઘોડિયા તરફથી તે બિયર પીને આવી હોવાનું પોલીસને જણાવ્યું હતું.બાપોદ પોલીસે પ્રિયંકા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતી હાલમાં કોઇ કામધંધો કરતી નથી.