એકનો જીવ ગયા પછી પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર જાગ્યું
મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા સુધીના દબાણો હટાવાયા
વડોદરા,કારેલીબાગમાં થયેલી હિટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર મોડા મોડા જાગ્યું છે. આ રોડ પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
કારેલીબાગ મુક્તાનંદ સર્કલથી પાણીની ટાંકી ચાર રસ્તા સુધીના રોડ પર બંને તરફના અનધિકૃત દબાણો આજે પોલીસ અને કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. રોડ પર પાર્ક કરેલા વાહનો, ગેરકાયદે ખાણી પીણીની લારીઓ, પથારા અને હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા હતા. નવ ટ્રક જેટલો સામાન જપ્ત કરી કોર્પોરેશનની કચેરી ખાતે જમા કરાવવામાં આવ્યો છે. જ્યારે ગેરકાયદે વાહન પાર્ક કરનાર ૪૫ વાહન ચાલકોને ઇ - ચલણ આપવામાં આવ્યા હતા.