જામનગરના નભો મંડળમાં આગામી તારીખ 24મી એ સાંજે સૂર્ય મંડળના છ ગ્રહોની પ્લેનેટ પરેડનું થશે નિદર્શન
જામનગર ના નભો મંડળમાં આગામી તારીખ ૨૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી સૂર્યમંડળના ગ્રહોની એકી સાથે પરેડ ઓફ પ્લેનેટ નો અદભુત નજારો નિહાળી શકાશે. અને આગામી ૨૪ મી જાન્યુઆરીના સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન આ ખગોળીય ઘટના નરી આંખે તેમજ ટેલિસ્કોપની મદદથી પણ જોઈ શકાશે. જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા ના સમયગાળા દરમિયાન ગુજકોષ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ -ધ્રોળ સંચાલિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર-ધ્રોળ તેમજ ખગોળ મંડળ- જામનગરના સંયુક્ત ઉપક્રમે નગરની ખગોળ પ્રેમી જનતા માટે પ્લેનેટ નિદર્શન નો કાર્યક્રમ યોજાયો છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
આપણાં નભોમંડળ માં આગામી
તા. ૨૧ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી સુધી પ્લેનેટ પરેડ જોવા મળશે. સૂર્યમંડળ ના છ
ગ્રહો ની પરેડ ઓફ પ્લેનેટ નો અદભુત નઝારો નરી આંખે તેમજ ટેલિસ્કોપ વડે નિહાળી શકાશે.
પશ્ર્ચિમ દિશા માં કુંભ રાશિ માં શુક્ર અને શનિ , મધ્ય આકાશ માં વૃષભ રાશિ માં ચમકતા ગુરૂ નો ગ્રહ અને પૂર્વ ક્ષિતિજ પાસે
મિથુન રાશિ માં મંગળ નો લાલ ગ્રહ નરી આંખે ટેલિસ્કોપ વગર જોઈ શકાશે.
આ બધા ગ્રહો સૂર્ય થી લાખો અને કરોડ કી.મી. દૂર હોવા છતાં પૃથ્વી ઉપર થી લગભગ એકજ રેખા માં અને એકજ લાઇન માં જોઈ શકાય છે. નેપચ્યુન મીન રાશિ માં અને યુરેનશ મેષ રાશિ માં સૂર્ય થી અતિ દૂર હોય નરી આંખે જોઈ શકાય નહીં. આ સમયે મંગળ નો ગ્રહ પૃથ્વી અને સૂર્ય ની બરાબર વચ્ચે હોવાથી વધુ ચમકતો દૃશ્યમાન થશે, ગુરૂ ગ્રહ ના ચાર ચંદ્ર, શુક્ર ની કળા અને વલય વગરનો શનિ નો ગ્રહ ટેલિસ્કોપ થી જોઈ શકાશે. ૮ માર્ચ બાદ બુધ નો ગ્રહ આ પ્લેનેટ પરેડમાં ઉમેરાશે. ત્યારે સાત ગ્રહો આપણા આકાશ માં હાજર હશે.
આગામી શુક્રવારને ૨૪ તારીખે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ૭.૦૦ વાગ્યા થી ૯.૦૦ વાગ્યા માટે પ્લેનેટ પરેડ ના નિદર્શન માટેનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, અને ચારથી વધુ ટેલિસ્કોપ ગોઠવીને તેનું નિદર્શન યોજાયું છે. જેનો તમામ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.