રૃપિયા ૬૦ કરોડના ખર્ચે ૩૦૦ આવાસ બાંધવાની યોજના કાગળ પર રહી ગઇ
ઓછી આવક ધરાવતા પરિવારો માટે
નવા વર્ષના બજેટમાં ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળ દ્વારા જુની યોજનાઓને સમાવાશે કે બાકાત રાખશે તે મોટો સવાલ
સરગાસણ,
વાસણા હડમતિયા અને વાવોલ વિસ્તારમાં હાલ ફ્લેટ આપી આવાસ યોજનાઓના કામ અંતિમ તબક્કે
પહોંચવા આવ્યા છે. વર્ષ ૨૦૨૫ના અંત પહેલા મોટાભાગના લાભાર્થીઓને ફ્લેટનો કબ્જો સોંપી
દઇ શકાય તે પ્રકારે કામને આગળ ધપાવવામાં આવી રહ્યાં છે. પરંતુ લાંબા સમયથી થોડા મોટાં
ક્ષેત્રફળના ફ્લેટ્સની લાભાર્થીઓ દ્વારા માંગણી કરવામાં આવે છે. જોકે ગાંધીનગર શહેરી
વિકાસ સતામંડળ દ્વારા મધ્યમ આવક જુથના પરિવારો માટેના એમઆઇજી ટાઇપના બે બેડરૃમ, હોલ અનેૈ કિચન સહિતની
સુવિધા ધરાવતા ફ્લેટ્સની યોજના તો હવે નહીં મુકવાનું મન બનાવી લીધું છે.
પરંતુ એક બેડરૃમ,
હોસ અને કિચન સાથેના ઇડલ્યુએસ એટલે,
કે આથક નબળા વર્ગના પરિવારો માટેના ફ્લેટ્સ ઘણી મોટી સંખ્યામાં બાંધવામાં
આવ્યા પછી પણ એક બેડરૃમ, હોલ અને
કિચનની જ સુવિધા ધરાવતાં પરંતુ સાઇઝમાં થોડા મોટાં ફ્લેટ્સનું પણ આયોજન કરાયું
નથી. ગત વર્ષના બજેટમાં ૬૦ કરોડના ખર્ચે ૩૦૦ એલઆઇજી ફ્લેટ બાંધવાની યોજનાની
જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ યોજના બજેટ બુક પુરતી જ સિમિત રહી જવા પામી હતી.