Get The App

છોટાઉદેપુરના યુવકને રિવોલ્વલ આપનાર ઝડપાયો

વાઘોડિયા રોડ પરથી પિસ્તોલ સાથે ત્રણ મહિના પહેલા આરોપી પકડાયો હતો

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
છોટાઉદેપુરના યુવકને રિવોલ્વલ આપનાર ઝડપાયો 1 - image

વડોદરા,શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગત ઓક્ટોબર મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે એક યુવકને પિસ્તોલ સાથે ઝડપી પાડયો હતો. આ કેસમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી  પાડયો છે. 

વાઘોડિયા રોડ પર નારાયણ સ્કૂલની ગલીમાં આવેલા નારાયણ સિટી કોમ્પલેક્સ પાસે એક યુવક રિવોલ્વર સાથે ઉભો રહ્યો હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક યુવક પાસે રિવોલ્વર કબજે લીધી હતી.

પૂછપરછ  દરમિયાન યુવકનું નામ મહેશ રાઘુભાઈ રાઠવા (હાલ રહે.એલ એન્ડ ટી સર્કલ પાસે,કારેલીબાગ મૂળ રહે.મોટી કનશ ગામ,છોટાઉદેપુર) હોવાનું ખૂલ્યું હતું. જ્યારે, રાકેશ ગોપસિંગ રાઠવા (મોટી સઢલી ગામ, છોટાઉદેપુર)એ થોડા સમય પહેલાં આ રિવોલ્વર આપી હોવાની વિગતો ખૂલતાં તેની શોધખોળ હાથ ધરીહતી. દરમિયાન આજે પોલીસે રાકેશને ઝડપી પાડયો છે.


Google NewsGoogle News