વડોદરા કોર્પોરેશનના ચાર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની કામગીરી પૂર્ણતાના આરે

Updated: Jan 19th, 2022


Google NewsGoogle News
વડોદરા કોર્પોરેશનના ચાર અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની કામગીરી પૂર્ણતાના આરે 1 - image


- અર્બન હેલ્થ સેન્ટરમાં દર્દીઓને દાખલ થવાની વ્યવસ્થા હોય છે

- કોરોનાને ધ્યાનમાં રાખી મેડિકલ ગેસ પાઈપલાઈન ફીટ કરાશે

વડોદરા,

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર મંજુર થયા છે .જેમાંથી છાણી , અટલાદરા ,કિશનવાડી અને માંજલપુરમાં કામગીરી પૂર્ણતાના આરે છે. કોર્પોરેશનના 34 અર્બન હેલ્થ સેન્ટર છે, જ્યારે આઠ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનવાના છે .અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 50 બેડની સુવિધા હોય છે .જ્યાં દર્દી દાખલ થઈ શકે છે .કોરોના મહામારી ની સ્થિતિમાં દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે જરૂરી છે .દર્દીઓને ઓક્સિજન સપોર્ટ પર રાખવાની જરૂર ઊભી થાય ત્યારે હેલ્થ સેન્ટર મા તેની  વ્યવસ્થા પણ હોવી જોઈએ. અગાઉ છાણી, અટલાદરા અને માંજલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પાઇપલાઇનો વિવિધ સાઇઝમાં લેબર રેટ થી ફીટ કરવા સ્થાયી સમિતિએ મંજૂરી આપેલી છે .હવે કિશનવાડી કોમ્યુનિટિ સેન્ટરમાં પણ આ કામગીરી કરવામાં આવશે. જ્યારે માંજલપુર નવી મેડિકલ ગેસ પાઈપલાઈનની કામગીરી કરાશે. અગાઉ ગોત્રી હોસ્પિટલમાં આ કામગીરી કરનાર ઇજારદાર પાસે આ કાર્ય કરાવવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. દરેક હેલ્થ સેન્ટર ખાતે એક બાદ કરતા આશરે નવ લાખનો ખર્ચ થવાની સંભાવના છે.


Google NewsGoogle News