Get The App

વડોદરા: વૃદ્ધે વ્યાજખોર મિત્રને 5.95 લાખ સામે 9.26 લાખ ચૂકવી દીધા છતાં વધુ બે લાખની માંગણી કરતા ફરિયાદ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
વડોદરા: વૃદ્ધે વ્યાજખોર મિત્રને 5.95 લાખ સામે 9.26 લાખ ચૂકવી દીધા છતાં વધુ બે લાખની માંગણી કરતા ફરિયાદ 1 - image


                                                            Image Source: Freepik

વડોદરા, તા. 13 ઓક્ટોબર 2023 શુક્રવાર

વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર હરીનગર સોસાયટી ની પાછળ ધરમપુરા માં રહેતા ભાનુભાઇ લાલજીભાઇ ગેડીયાએ ફરીયાદ નોંધાવી હતી કે હું ઇન્કમટેક્ષ વિભાગ મોરબી ખાતે નોકરી કરતો હતો અને વર્ષ ૨૦૨૧થી નોકરીમાંથી વી.આર.એસ.લેતા હાલમાં નિવૃત જીવન જીવું છું. વર્ષ ૨૦૧૮માં હું મોરબી ઇન્કમટેક્ષ વિભાગમાં નોકરી હતો અને મારે મકાન લેવા માટે અમુક રૂપિયાની જરૂર પડતા મે મારી સાથે અભ્યાસ કરતા મોહનભાઇ હજારીલાલ અગ્રવાલનો સંપર્ક કર્યો હતો. તે વખતે મને મોહનભાઇ અગ્રવાલએ જણાવ્યું હતું કે, તમારે કેટલા રૂપિયાની જરૂર છે ? 

આમ મોહન હજારીલાલ અગ્રવાલનાઓએ મને વ્યાજ પેટે કુલ રૂ.૫,૯૫૦૦૦ વ્યાજ પેટ આપ્યા હતા.જે રૂપીયા મે સને-૨૦૧૭ થી સને-૨૦૨૨ દરમ્યાનમાં મે તેના બેન્ક એકાઉન્ટમાં તથા તેની દિકરી દિવ્યા અગ્રવાલ તથા દિકરા ખતેશ અગ્રવાલના બેન્ક મારફતે તેમજ એ.ટી.એમ.દ્વારા તેઓના ખાતામાં રૂ.૬,૨૬,૦૦ ૦ પરત આપી દીધા હતા. છે.તેમા છતા વ્યાજની ઉઘરાણી કરી અને મને જણાવેલ હતુ કે, હવે તો મને બેન્ક મારફતે નહી પરંતુ તમો જ્યારે ઘરે વડૉદરા ખાતે આવો ત્યારે મને રોકડેથી આપી દેવા તેમ જણાવતા હું તેને વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૦ સુધી દર મહીના સુધીમાં મૂડી સાથેનુ મળી ૩.૯,૨૬,૦૦૦ ચુકવી દીધા છે. તેમ છતાં તેણે તારી પાસેથી હજુ મારે બે લાખ વ્યાજ પેટે લેવાના બાકી નીકળે છે. મે અગાઉ સિક્યુરીટી મેં પેટે આપેલા મારા ચાર ચેકો તેની પાસે હતા.,ત્યારબાદ જ્યારે મને રસ્તામાં મળતા ત્યારે મને અત્યાર સુધી આપેલ રૂપીયા બધા પાણીમાં જશે અને જો તારે એવુ ના કરવુ હોય તો બે લાખની પ્રોમોસરી નોટ આપુ છુ તેમા સહી કરી દે અને જો તુ સહી નહી કરે તો નારૂ ઘર વેચાવી રોડ ઉપર લાવી દઇશ તેવી ધમકી આપી હતી પરંતુ તે કોઇ જાતની પરવા કર્યા વગર મે સહી કરેલ નહી ત્યારબાદ આશરે એકાદ મહીના પછી મોહનભાઇ અગ્રવાલ મારા ઘરે આવી મને બહાર બોલાવી જણાવ્યું હતું કે, આજે તને છેલ્લી વખતે કહુ છુ કે જે પ્રોમોસરી નોટ આપુ છુ તેમાં સહી કરી દે નહિતર તને પતાવી દેવડવિશ. તું આ બાબતે કોઈ ફરિયાદ કરીશ તો પણ પોલીસ કે કોર્ટ મારું કોઈ બદલી લેવાની નથી. જેથી હું ગભરાઈ ગયો હતો અને તેને મારી પ્રોમિસરી નોટ પર સહી કરાવી લીધી હતી. ઉપરાંત મારા સિક્યુરિટી પેટે આપેલા ચેક પરત નહીં આપી બાઉન્સ કરી કોર્ટમાં કેસ કર્યો હતો.


Google NewsGoogle News