Get The App

વડસર બ્રિજ પાસે આવેલી ઓફિસના તાળા તોડીને ચોરી

મિત્રો વાઘોડિયા રોડ પર જમવા ગયા હતા : માત્ર દોઢ કલાકના ગાળામાં ચોરી

Updated: Feb 4th, 2025


Google News
Google News

 વડસર બ્રિજ પાસે આવેલી ઓફિસના તાળા તોડીને ચોરી 1 - imageવડોદરા,માંજલપુરમાં આવેલી ઓફિસના તાળા તોડીને ચોર રોકડા ૧૮,૨૦૦ ચોરી  ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

માંજલપુર વડસર બ્રિજ પાસે સન પ્લાઝા કોમ્પલેક્સમાં રહેતા ચંદ્રેશ  પ્રવિણભાઇ ડોબરીયાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યુું છે કે, હું ઓન લાઇન બીલીંગનું કામ કરૃં છું.ગત તા. ૨૭ મી જાન્યુઆરીએ રાતે નવ વાગ્યે હું તથા મારી ઓફિસમાં નોકરી કરતા મિત્રો દર્શિતભાઇ સતાણી, કુશભાઇ કથેરીયા સાથે ઓફિસને તાળું મારીને વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા  પાસે જમવા માટે ગયા હતા. અમે જમીને પરત ઓફિસે આવ્યા ત્યારે ઓફિસનું તાળું તૂટેલું હતું. ઓફિસના ડ્રોવરમાં મૂકેલા ૧૮,૨૦૦ રોકડા રૃપિયાની ચોરી થઇ હતી. આ ઘટના પછી હું સુરત કામ માટે ગયો હોવાથી હાલ ફરિયાદ કરવા આવ્યો છું.

Tags :
The-officeVadsar-Bridgewas-broken

Google News
Google News