બદલાતી લાઈફ સ્ટાઈલ વચ્ચે સુરતમાં કેન્સરના દર્દીની સંખ્યા ૨૨ હજારથી વધુ
- આજે
વિશ્વ કેન્સર દિવસ
- તમાકુ-ગુટખાના
સેવનથી પુરુષોને તેમજ સ્ત્રીઓને સ્તન અને ગર્ભાશયના કેન્સરના કેસો નોંધાઇ રહ્યા છે
સુરત :
લોકોમાં કેન્સર અંગે જાગૃતિ આવે તે માટે યુનાઇટેડ બાય યુનિકના સુત્રોથી આ વર્ષે ૪ ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવશે. આજના યુગમાં બદલાતી લાઈફ સ્ટાઈલના લીઘે પણ કેન્સર થવાની શક્યતા છે. ઘણા બધા પ્રકારના કેન્સર પૈકી પુરુષોમાં મોઢાના અને સ્ત્રીઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. સુરતમાં અંદાજે ૨૨ હજારથી વધુ વ્યક્તિઓ વિવિધ કેન્સરની બિમારીથી પીડાતા હોવાનું જાણવા મળે છે.
આજના યુગમાં બદલાતી લાઇફ સ્ટાઇલ, યુવાનો વધુ પડતું ફાસ્ટ ફૂડ અને જંક ફુંડ ખાય, બેઠાંડુ જીવન, પ્રોઝન ફુડ ખાવુ, નિતમિત કસરત નહી કરવી, તીખું ટમટમટુ ખાવુ, વારસાગત સહિતના લીધે કેન્સર થવાની શક્યતા છે. અમારા સેન્ટરમાં વર્ષમાં નવા વિવિધ પ્રકારના ૩-૪હજાર દર્દીઓ સારવાર આવ્યા હતા. જેમાં પુરુષોમાં મોઢા અને ગળામાં, ફેફસા, અન્નનળી, પોસ્ટેજના કેન્સર વધુ જોવા મળે છે. જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયનાના તથા સ્ત્રીબી કોષ વધુ કેન્સર જોવા મળે છે. જયારે બાળકોમાં લુકેમીયા (બ્લડ), લીમ્ફોમા, બ્રેઇન ટયુમર સહિતના કેન્સર જોવા મળે છે. એવુ સિવિલ ખાતે લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટરના ડો. રોશની જરીવાલા જણાવ્યું હતું.
ભારતમાં દર વર્ષે નવા ૧૫ લાખ કેન્સરના દર્દીઓ સપડાય હશે . જેમાં ૧૦-૧૧ લાખ વ્યક્તિઓ મૃત્યુ પામતા હશે. જ્યારે ગુજરાતમાં ૮૦,૦૦૦ દર્દીઓ સારવાર લેતા હશે. જ્યારે સુરતમાં વર્ષે દરમિયાન વિવિધ પ્રકારના કેન્સરમાં અંદાજિત નવા ૭૦૦૦ વ્યક્તિઓ સપડાતા હશે. જ્યારે સુરતમાં અંદાજિત ૨૨,૦૦૦ થી વધુ વ્યક્તિઓ કેન્સર ઝપેટમાં હોવાની શક્યતા છે. જોકે તમાકુ અને ગુટખાના લીધે ૭૦ ટકા, બદલાતી લાઇફ સ્ટાઇમાં ૨૦ ટકા અને વારસાગત ૫ ટકા વ્યકિતઓને કેન્સર થાય છે. એવું ભરત કેન્સર હોસ્પિટલના ડો. નિલેશ માહલેએ જણાવ્યું હતું.
નર્સિગ અગ્રણી
ઇકબાલ કડીવાલાએ કહ્યુ કે, ભારતી મૈયા ટ્રસ્ટ
સંચાલિક નર્સિગ કોલેજ ખાતે પીજી ૨૦ સીટો ઓન્કો
શરૃ થવાથી કેન્સરના દર્દીઓને તજજ્ઞાોનો લાભ
મળશે. સાથે સાથે વિધાર્થીઓને પણ આવનાર સમયમાં કેન્સર માટે તજજ્ઞાો પણ મળી રહેશે. જોકે
આ સીટીની ગુજરાત નર્સિગ કાઉન્સીલે મંજુરી આપી છે. જોકે ગુજરાતની પ્રથમ ઓન્કો માટેની
પી.જી સીટો છે અને તે ભરત કેન્સર હોસ્પિટલે પણ પી.જી વિધાર્થીઓને લાભ થશે. એવુ હોસ્પિટલના
ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું.
- કઈ બાબતે તકેદારી રાખવી
નિયમિત રોજના
૩૦ મિનિટથી વધુ ચાલવું કે કસરત કરવી કે યોગ કરવા, જાડાપણુંને ઘટાડવું, યોગ્ય ખોરાક
ખાવો જોઈએ, દારૃ, ગુટકા, તમાકુનું સેવન કરવું નહીં, ૪૦ વર્ષથી વધુ ઉંમરના વ્યકિતઓ મેમોગ્રાફી
સહિતની તપાસ કે સ્કીનિંગ ટેસ્ટ કરાવું જોઈએ.
૪૦ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ પોતાના સ્તન કે બ્રેસ્ટને પોતાની જાતે ચેક કરવા જોઈએ
કે જેમાં ગાંઠ છે કે નહીં તું શંકા લાગે તો ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.
- કેન્સરના લક્ષણો
મોઢામાં, ગળામાં
ચાંદા પડવા, ગળામાં, બગલમાં, જાંઘ, બ્રેસ્ટ સહિતના શરીરના કેટલાક ભાગે ગાંઠ થવી, કાન,
નાક, ગુદામાર્ગ, યોની માર્ગ જેવા ભાગેથી લોહી નીકળવું, વજનમાં ઘટાડો થવો, ખોરાક લેવામાં
ઘટાડો થાય નિત્ય ક્રમમાં ફેરફાર થવો સહિતની તકલીફ થાય તો કેન્સર સહિતના ડોક્ટરો પાસે
ચેકઅપ કરાવું જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવી જોઈએ.
- કેન્સરની સારવારમાં નવી શોધ
રેડિયેશન ઃ ફલેશ થેરાપી એટલે કે ન્યૂતમ એડાસર સાથે સારું કેન્સર નિયંત્રણ, ઇમ્યુનોથેરાપી, સી.એ.આર.ટી સેલ ટી સેલ થેરાપી એટલે કે કેન્સર કોષની રચના પર આધારિત વ્યકિતગત ઇન્જેકશન પરમાણુ નિદાન, એ.આઇ આધારિત સ્કેન, આર.એન.એ આધારિત કેન્સર રસીઓ, રોબોટિક સર્જરી, મિનિમલી ઇનવેસિવ સર્જરી થાયે. એવુ ડો. મહાલે કહ્યુ હતું.