Get The App

વડોદરાના નિઝામપુરામાં નવું બનેલું અતિથિગૃહ હવે લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકાશે

Updated: Nov 15th, 2024

GS TEAM


Google News
Google News
વડોદરાના નિઝામપુરામાં નવું બનેલું અતિથિગૃહ હવે લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકાશે 1 - image


Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3.82 કરોડના ખર્ચે 20મું નિઝામપુરા અતિથિગૃહનું તાજેતરમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. હવે આ અતિથિ ગૃહનું ભાડું અને ડિપોઝિટ નક્કી કરતા લોકોના ઉપયોગ માટે તે ખુલ્લું મૂકવામાં આવશે.

વડોદરાના નિઝામપુરામાં નવું બનેલું અતિથિગૃહ હવે લોકોના ઉપયોગ માટે ખુલ્લું મુકાશે 2 - image

વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિમાં આ અંગેની દરખાસ્ત સમગ્ર સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવી છે. લોકોના વિવિધ માંગલિક તેમજ અન્ય પ્રસંગો ઉજવી શકાય તે માટે નિઝામપુરા ખાતે જૂનું અતિથિગૃહને તોડી પાડીને વધુ સુવિધાઓ સાથે નવું અને વિશાળ અતિથિગૃહ બાંધવામાં આવેલ છે. જુના અતિથિગૃહ માટે ભાડું અને ડિપોઝિટ તેમજ નીતિ-નિયમો મંજુર કરવામાં આવેલ છે, પરંતુ નવું અતિથિગૃહ અગાઉની સરખામણીએ વધુ મોટું હોઇ ભાડું તથા ડિપોઝિટની રકમમાં વધારો કરાયો છે. જૂના અતિથિગૃહનું ભાડું 12000 અને ડિપોઝિટ 20000 હતી. તાજેતરમાં મકરપુરા ખાતે બનાવેલા નવા અતિથિગૃહમાં ભાડુ 25,000 ,જ્યારે ડિપોઝિટ 30000 વસૂલ કરવામાં આવે છે. નિઝમપુરા અતિથિગૃહનુ બીજા અતિથિગૃહ કરતાં મોટું હોવાથી તેનું ભાડું 27000 અને ડિપોઝિટ 35,000 રાખવામાં આવી છે. આ ઉપરાંત ગેસ તેમજ લાઇટ ચાર્જીસ, લેટ ચાર્જીસ, જી.એસ.ટી. ઉપરાંત અન્ય ચાર્જ અતિથિગૃહોની જેમ અલગથી લેવાશે.

Tags :