Get The App

હાર્ટ એટેક નહીં હત્યા: બે મહિના બાદ સીસીટીવીએ ખોલ્યું સગીરની હત્યાનું રહસ્ય

Updated: Jul 11th, 2024


Google News
Google News
Representative image


Rajkot News: રાજકોટના નવાગામમાં એક ગોડાઉનમાં પહેલી મેના રોજ 17 વર્ષીય સગીરનું મૃત્યુ નીપજ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું ખૂલ્યું હતું. જો કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આ સગીરનું મોત હાર્ટ એટેકથી નહીં પરંતુ માથામાં બોથડ પદાર્થ ઝીંકવાથી થયું હોવાનુ સામે આવ્યું છે. ગોડાઉનમાં રહેલા એક શખસે સગીરને માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી નાખે છે. 

મૃતકના પરિવારજનોના પોલીસ પર આરોપ

મળતી માહિતી અનુસાર, રાજકોટના ગોકુલનગર-5માં રહેતા 17 વર્ષીય હર્ષિલ નવાગામમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો. પહેલી મેના રોજ ગોડાઉનમાં એક યુવકે હર્ષિલના માથા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકી તેની હત્યા કરી નાખી હતી.

આ પણ વાંચો: બેરોજગારીની વરવી વાસ્તવિકતા, અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી માટે યુવાનોની પડાપડી

મૃતકના પરિવારજનોનો આરોપ છે કે, કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે આ બનાવને ઘટના બની તેની ત્રીજી કલાકથી જ પૂર્વયોજિત કાવતરૂ રચી હાર્ટ એટેકમાં ખપાવી દીધી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ હર્ષિલનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે કાર્ડિયાક ફેઈલ્યોરથી થયું હોવાનું સામે આવ્યું છે. છતાં પોલીસ સમગ્ર ઘટનાને દબાવી રહી હતી. જ્યારે હર્ષિલનો પરિવાર પોલીસ પાસે હત્યાની ફરિયાદ નોંધવા માટે ગયો તો પોલીસ તેમને જવાબ આપી રહી નથી. 

હાર્ટ એટેક નહીં હત્યા: બે મહિના બાદ સીસીટીવીએ ખોલ્યું સગીરની હત્યાનું રહસ્ય 2 - image

Tags :
RajkotRajkot-PoliceCCTV

Google News
Google News