Get The App

સૌરાષ્ટ્રના તમામ સર્કલ કરતા કચ્છના અંજાર સર્કલમાં સૌથી વધુ પાવરચોરી

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
સૌરાષ્ટ્રના તમામ સર્કલ કરતા કચ્છના અંજાર સર્કલમાં સૌથી વધુ પાવરચોરી 1 - image


અંજાર સર્કલમાં 1વર્ષમાં 35 કરોડની વીજચોરીનાં બિલો અપાયાં : PGVCLનો પાવર ચોરીનો ચિંતાજનક રિપોર્ટ : એપ્રિલથી ઓગષ્ટ 2024 દરમિયાન 5 મહિનામાં 67 કરોડની વીજ ચોરી પકડાઈ 

રાજકોટ, : સૌરાષ્ટ્ર કચ્છમાં પાવરચોરી અટકાવવા માટેનાં લાખ પ્રયત્નો પછી પણ વીજચોરીનું દૂષણ યથાવત રહ્યું છે. સૌરાષ્ટ્ર - કચ્છમાં વર્ષ ૨૦૨૩ - 2024 દરમિયાન કુલ ૨૫૪ કરોડની વીજચોરી પકડાઈ હતી. જેમાં કચ્છનાં અંજાર સર્કલ હેઠળનાં વિસ્તારોમાં એક જ વર્ષમાં 35 કરોડની જયારે સુરેન્દ્રનગર સર્કલ હેઠળનાં વિસ્તારમાં 33  કરોડ અને જામનગર સર્કલ હેઠળનાં વિસ્તારમાં 32 કરોડનાં વીજચોરીનાં બિલો અપાયા હતા.ં જયારે એપ્રિલથી ઓગષ્ટ 2024 સુધીની વીજચેકિંગ કામગીરીનો જે અહેવાલ પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો તેમાં અંજાર સર્કલમોં આટ મહિના દરમિયાન 9 કરોડ 72 લાખની જયારે મોરબી સર્કલ હેઠળનાં વિસ્તારોમાંથી 8 કરોડ 78 લાખની વીજચોરી પકડાઈ હતી.

તાજેતરમાં પી.જી.વી.સી.એલ.નાં મેજેજીંગ ડોયરેકટરનાં વડપણ હેઠળ વીજીલન્સવ ભિાગ દ્રા બ્રેઈન સ્ટોર્મીંગ ઓનલ એફીસીયન્સી એન્હાસમેન્ટ વર્કશોપનું જે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પાવર ચોરી નિયંત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા ્ને ફીડર લોસ તથા લાઈન લોસ ઘટાડવા સહિતનાં મુદાઓ અંગે ચર્ચા વિચારણાં કરવામાં આવી હતી. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર કચ્છનાં તમામ સર્કલનાં વિજીલન્સ વિભાગનાં તેમજ ચેકિંગ ટુકડીઓનાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતાં.


Google NewsGoogle News